(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દેશના વિપક્ષોની સરખામણી દુનિયાના કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી, એમને ઓસામાવાદી કહ્યું છે. એમણે ટ્વીટ કરી લખ્યું નરેન્દ્ર મોદીની સામે માઓવાદી અને ઓસામાવાદી ભેગા થયા છે. વિપક્ષની કહેવાતી એકતા છતાંય ર૦૧૯માં મોદી જનતાનું વિશ્વાસ મેળવશે. ગિરિરાજસિંહે લખ્યું ‘શુભપ્રભાત, માઓવાદી, જાતિવાદી, સામન્તવાદી અને ઓસામાવાદી બધા રાષ્ટ્રવાદી ગઠબંધન એનડીએ સામે ભેગા થયા છે. પણ વિશ્વાસના અતૂટ પ્રવાહ સાથે એનડીએની હોડી ર૦૧૯નું મુકામ ચોક્કસ હાંસલ કરશે.
ગિરિરાજના આ નિવેદન સામે હજુ સુધી વિપક્ષોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પણ પ્રતિક્રિયા આપશે જ એમાં શંકા નથી.
NDA ગઠબંધન સામે માઓવાદી અને ઓસામાવાદીઓ એક સાથે ભેગા થયા છે : ગિરિરાજસિંહ

Recent Comments