(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧પ
ગીરના જંગલનું નામ પડતા જ ભરાવદાર લાંબી કેશવાળી ધરાવતા એશિયાટીક સિંહો નજર સામે તરી આવે છે. અત્યાર સુધી સિંહ પ્રેમીઓ સાસણગીરમાં જ સિંહદર્શન કરી શકતા હતા. પરંતુ આગામી ૧પ ઓકટોબરથી ગીરનારના જંગલમાં પણ સાસણગીરની જેમ ખુલ્લી જીપ્સીમાં બેસીને સિંહદર્શનની મજા માણી શકાશે. ગિરનારની ઉત્તર રેન્જમાં પાતુરણ વિસ્તારમાં સિંહદર્શન કરાવવામાં આવશે. જૂનાગઢમાં આવેલ ગિરનારના કુદરતી સૌદર્યને માણવા દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. તેઓ વિવિધ સ્થળોની મુલાકાત સાથે હવે ગિરનારમાં સિંહદર્શન પણ કરી શકાશે. વન વિભાગ દ્વારા આગામી ૧પમી ઓકટોબરથી સિંહદર્શન માટે ગિરનાર જંગલમાં સ્થળ ખુલ્લુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. કારણ કે ગિરનાર જંગલમાં પ૦ જેટલા સિંહ પરિવારો વસવાટ કરે છે. જે સિંહપ્રેમીઓને અનેરો લ્હાવો પુરો પાડશે. આગામી દિવાળી વેકેશનમાં સહેલગાહે જતા પ્રવાસીઓને હવે ગુજરાતમાં સારણગીર બાદ ગિરનારમાં પણ સિંહદર્શનનો એ પણ ખુલ્લી જીપ્સીમાં બેસી લ્હાવો માણી શકશે.