(એજન્સી) દાવોસ, તા.૨૨
ભારતીય મૂળની જાણીતી અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (ૈંસ્હ્લ)ની ચીફ ઇકોનોમિસ્ટનું પદ સંભાળ્યા બાદ વૈશ્વિક વિકાસનો પહેલો રિપોર્ટ રજૂ કરતાં ભારતીય અર્થવ્યવસ્થા પર મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કૃષિલોન માફીને લઈને કહ્યું કે આવી લોકલુભાવન ઉપાયોથી ખેડૂતોની સમસ્યાઓનું સ્થાઈ સમાધાન નહીં થાય. તેને બદલે કેશ સબસિડી સારી રહેશે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અવસરે ગીતા ગોપીનાથે જણાવ્યું કે, મારું માનવું છે કે કૃષિ ક્ષેત્ર પર ભારે સંકટ છે અને કૃષિ લોન માફી સ્થાઈ સમાધાન નથી. તેઓએ કહ્યું કે કેશ સબસિડી લોન માફીની સામે સારી રહેશે. ગોપીનાથે કહ્યું કે લોન માફી કરતાં કેશ સબસિડીની અસર સારી અને વ્યાપક રહેશે. તેઓએ કહ્યું કે સરકારોને ખેડૂતોને પાક વધારવા માટે સારી ટેકનીક એન બીજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. આગામી લોકસભા ચૂંટણીને જોતા અનેક રાજ્ય સરકારોએ કૃષિ લોન માફીની જાહેરાત કરી છે.
ગોપીનાથે કહ્યું કે કૃષિ ક્ષેત્ર અને રોજગારનું સર્જન એનડીએ સરકાર માટે મુખ્ય મુદ્દા છે. તે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા માટે મુખ્ય ચિંતાના વિષય પણ રહેશે. પરંતુ આ વિકાસ દરને ધ્યાને લઈ સકારાત્મક પણ રહેશે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી આગળ વધશે.
જ્યારે આ દરમિયાન વૈશ્વિક સ્તર પર મંદી રહેવાના અણસાર રહેશે. બીજી તરફ, ભારત ૭.૫ ટકાના વિકાસ દરથી આગળ વધશે. ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતનો વિકાસ દર ૭.૭ ટકા સુધી પહોંચવાની આશા છે. આ દરમિયાન ચીનનો વિકાસ દર ૬.૨ ટકા રહેવાનું અનુમાન છે.