મેલબર્ન,તા.૨૪
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલે જાતે જ સ્પોટ ફિક્સિંગના આરોપમાં શંકા વ્યક્ત કરી છે. ક્રિકેટ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, મેક્સવેલે આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓને મેદાન પર થનારા શંકાસ્પદ કાર્યક્રમોની સૂચના આપી હતી. મેક્સવેલે પોતાના ગ્લેન ગણાવ્યા છે.
એક ચેનલ તરફથી જાહેર કરવામાં આવેલી એક ટેપમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે ભારત વિરૂદ્ધ ૨૦૧૭માં રાંચીમાં રમાયેલી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા. આ મેચમાં ટેસ્ટ ટીમમાં પરત ફર્યા બાદ મેક્સવેલે પ્રથમ સદી ફટકારી હતી.
આ ટેપમાં મેક્સવેલનું નામ લેવામાં આવ્યુ નથી. મેચના ફૂટેજ પરથી તેની પર શંકા વ્યક્ત કરી છે કે સ્પોટ ફિક્સિંગમાં સામેલ બે ખેલાડીઓમાંથી તે એક હતો. મેક્સવેલે કહ્યુ હતુ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ આ ટેપની જાણકારી આપી હતી પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ આ મામલે કોઇ સવાલ કર્યા નહોતા.