વૉશિંગ્ટન,તા.૧૯
સંયુકત રાષ્ટ્ર(યુએન)ના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતનો વિશ્વના નવ એવા દેશમાં સમાવેશ થાય છે કે જે આરોગ્ય માટે વધુ જોખમી ગણાય છે. આ ઉપરાંત એવું પણ બહાર આવ્યું છે કે ગ્લોબલ વોર્મિગની અસરથી ભારતના તાપમાનમાં વધારો થવાની સંભાવના છે તથા ભારતમાં તાપમાન ઠંડું રહે તેવી શક્યતા નહિવત છે. સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ (એસઈફોરએએલએલ) દ્વારા જારી કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના ૧.૧ અબજ એવા લોકો છે જેઓ વાતાવરણમાં ઠંડકની ખામીના કારણે તેમના આરોગ્ય સામે સતત જોખમ વધી રહયું છે. ત્યારે ભારત જેવા દેશમાં પણ તેની વિપરીત અસર થવાની સંભાવના છે જેમાં તાપમાનમાં વધારો થવાની શકયતા જણાઈ રહી છે. તેથી તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડવાની સંભાવના વધી ગઈ છે. આ અહેવાલ એવા ૫૨ દેશના આંકડાના વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જે ગરમ વાતાવરણની લપેટમાં છે, ઠંડકના અભાવે લોકોને અનેક પરેશાનીઓ ભોગવવી પડી રહી છે. સારું ખાવાનું અને દવાઓ તેમની ક્ષમતા બહાર છે. હાલ ૬૩ કરોડ લોકો ગરમ શહેરી વિસ્તારમાં રહે છે તેના કારણે આવી સમસ્યાનું જોખમ રહે છે.
ગ્લોબલ વોર્મિંગ ઈફેક્ટ : ભારતમાં તાપમાન વધારે ગરમ રહેશે

Recent Comments