અમદાવાદ, તા.ર૬

રિવરફ્રન્ટ ખાતે થોડા દિવસ પહેલાં લોકો પૂજા કરવા ભેગા થયા હતા. મીડિયામાં અહેવાલ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રવિવારના દિવસે ક્રિકેટ મેચ રમવા ૧૦૦થી વધુ લોકો ભેગા થયા હતા. માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર યુવાનીયાઓ અહીં ક્રિકેટ રમતા હતા. જેની જાણ થતાં આ અહેવાલ અને તાત્કાલિક પોલીસ પહોંચતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કેટલાય લોકો અહીં ભાગતા-ભાગતા પડી પણ ગયા હતા. જો કે, પોલીસ આવતા પહેલાં જ બધા પાછળથી ભાગી ગયા અને પોલીસને ગણ્યા ગાંઠ્યા લોકો હાથ લાગ્યા હતા. શનિવાર અને રવિવારે વહેલી સવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં પણ લોકો ભેગા થયા હતા. રવિવારે ૧૦૦થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા છતાં પોલીસે અનદેખ્યું કરી પેટ્રોલિંગ કરતી હતી પણ ખસેડવામાં આવ્યા નહતા. હાલમાં રાજ્યભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ઉચ્ચ કક્ષા સુધી આ મામલો પહોંચતા પોલીસ ઊંઘમાંથી જાગી અને પાંચેક જેટલી ગાડીઓ ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં ધસી આવતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું. જો કે, આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર છસ્ઝ્ર અને પોલીસ જ છે. ઘટના અંગે પોલીસે મેસેજ આધારિત કેટલાક શખ્સોની અટકાયત કરી અનેક લોકો વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં જ્યારે રોજ-રોજ ૨૦૦ જેટલા કોરોનાના કેસ નોંધાતા હોય ત્યારે આ પ્રકારે સરકારી નિયમોને નેવે મૂકીને પોલીસના ડરને કોરાણે મૂકીને ક્રિકેટ પાર્ટી યોજતા આવા તત્ત્વો પર કડક કાર્યવાહી થાય તે જ હિતાવહ છે.