વાગરા,તા.૩૦
રહીયાદ ગામના લોકો અને જીએનએફસી કંપની વચ્ચેનો મામલો શાંત પડવાને બદલે દિનપ્રતિદિન વધુ વકરી રહ્યો છે. ગેસ લિકેજની ઘટના બાદથી વિવિધ માંગણીઓ સાથે ગ્રામજનો ય્દ્ગહ્લઝ્ર કંપનીના ગેટ પર બેસી ગયા છે.ત્યારે રહીયાદ ગામના આંદોલનકારીઓની સાંસદ મનસુખભાઇએ મુલાકાત લીધી હતી.તેઓએ ગ્રામજનોને સમસ્યાનો સુખદ નિકાલ લાવવા હૈયા ધરપત આપી હતી.
ગત સોમવારની રાત્રે જીએનએફસી કંપનીમાં ગેસ ગલતરની ઘટના બની હતી.જેને કારણે રહીયાદનું આખેઆખું ગામ ભાગમભાગ વચ્ચે જોત જોતામાં ખાલી-ખમ થઈ ગયુ હતુ.જેને પગલે ગામ લોકોમાં કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.આ બનાવની ગંભીરતા જોતા ગામના લોકો વિવિધ માંગણીઓને લઇ કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મોટી સંખ્યામાં ધરણા પર બેસી ગયા હતા.અને તેમણે ગેસ ગળતર સામે ગામને સંપૂર્ણ પૂર્વ સુરક્ષા કવચઆપવામાં આવે તથા લેન્ડલૂઝર્સની બદલી રહેઠાણ થી ૫૦ કી.મી ના વિસ્તારમાં જ કરવામાં આવે તેમજ નવી ભરતી એક મહિનામાં કરવામાં આવે.તેવી ત્રણ માંગણીઓ કંપની સમક્ષ મુકવામાં આવી હતી. કંપની લેખિતમાં આ ત્રણેય માઅંગોનો સ્વીકાર કરે તો જ કંપનીના ગેટ પરથી ગ્રામજનો ઉઠશેનો રણટંકાર કર્યો હતો.અન્યથા જ્યાં સુધી કોઈ નિવેડો નહીં આવે ત્યાં સુધી કંપની ગેટ પરથી ઊઠીશું નહીં ની ચીમકી રહીયાદના અસરગ્રસ્તોએ ઉચ્ચારતા કંપની વર્તુળોમાં હલચલ મચી જવા પામી છે..રહિયાદના અગ્રણી ફતેસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે ગેસલીકેજના બનાવને પગલે માજી કેન્દ્રીય મંત્રી અને ભરૂચ ના સાંસદ મનસુખભાઈએ અમારી મુલાકાત લીધી હતી.અને ગામલોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હૈયાધરપત આપી હતી.અને જો કોઈ ઉકેલ ન આવે તો હું તમારી સાથે છું. કલેકટરની મધ્યસ્થીમાં જીએનએફસી ના અધિકારીઓ અને લેન્ડલૂઝર્સ વચ્ચે મિટિંગ યોજાનાર છે.અને એમાં જો સુખદ અંત આવશે તો જ આંદોલન સમેટાશે નહિ તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે દહેજ પી.આઈ જે એન ઝાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે આંદોલનકારીઓએ કાયદો હાથમાં લીધા વિના જ શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ વધારી રહ્યા છે.અને હાલ કંપની સત્તાધીશો સાથે વાટાઘાટો ચાલુ છે.

વાગરાના ધારાસભ્ય આંદોલનકારીઓની આસપાસ ફરક્યા પણ નહીં

વાગરા.તા.૩૦.
વાગરાના રહિયાદ સ્થિત જીએનએફસીના ટીડીઆઈ પ્લાન્ટમાંથી ગેસ વછુટતા ૪૦ જેટલા લોકો ગેસની અસરનો ભોગ બન્યા હતા.અને આખે આખું રહિયાદ ગામ ખાલી થઈ ગયું હતું.ત્યારથીજ ગ્રામજનો કંપનીના ગેટપર પોતાના જીવની સલામતી અને જમીનગુમાવનાર ધરતુપુત્રોની નોકરી અંગેની વિવિધ માંગણીઓ સંદર્ભે કંપ્નીન પ્રવેશદ્વાર પર ધરણા પર બેસી જઈ આંદોલન ચલાવી રહ્યા છે.તેમની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.જો કે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાં દ્વારા આંદોલનકારીઓના કોઈ જ ખબર અંતર લેવામાં આવ્યા ન હતા.જેને કારણે રહિયાદ ગામના અસરગ્રસ્તોમાં ધારાસભ્ય વિરુદ્ધ ભારો ભાર નારાજગીનું મોજું પ્રસરી જવા પામ્યું હતું.