(એજન્સી) પણજી, તા.ર૯
કોંગ્રેસે ભાજપને ફાસીવાદી ગણાવી હતી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની રાજ્યના કોંગ્રેસ પ્રમુખે ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રમુખે દરિયાકાંઠાના આ રાજ્યના ભાજપ શાસન પર પ્રહારો કર્યા હતા. જેથી રાજ્યના ભાજપ પ્રમુખે પણ કોંગ્રેસના પોતાના સમકક્ષની ઝાટકણી કાઢી કોંગ્રેસે ભાજપને ફાસીવાદી પાર્ટી ગણાવી હતી.
ગોવા કોંગ્રેસના પ્રવકતા ઉરફાન મુલ્લાએ જણાવ્યું હતું કે ભાજપે અમારી પાર્ટીના રાજ્ય પ્રમુખને ધમકી આપી તેનો અસલી રંગ બતાવ્યો છે. ભાજપે પોતાનો ફાસીવાદ ચહેરો બતાવ્યો છે આ કંઈ નહીં પણ એક પ્રકારની સરમુખત્યારશાહી છે. ભાજપે પોતાનો પિત્તો ગુમાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવા ભાજપના પ્રમુખ વિનય તેન્ડુલકરે એક સમારંભમાં જણાવ્યું હતું કે પાર્રિકરની ટીકા કરવા બદલ ભાજપના કાર્યકરો કોંગ્રેસ પ્રમુખને “પ્રસાદ” આપવા તૈયાર છે. કોંગ્રેસ પ્રમુખે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની ટીકા કરી તેમના રાજીનામાની માંગ કરી હતી અને રાજ્યના ભાજપ શાસનની ઝાટકણી કાઢી હતી.
ગોવા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજ્ય પ્રમુખે યાદ રાખવું જોઈ કે અમે અગાઉ પણ પ્રસાદ આપેલો છે અને અમે ફરી પ્રસાદ આપી શકીએ છીએ તેમણે સાવચેત રહેવું જોઈએ અને પાર્રિકરની ટીકા ન કરવી જોઈએ.