(એજન્સી) તા.૧
છેલ્લા બે વખતથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે જાય છે, ત્યારે ટિ્‌વટર પર #GoBackModi ટ્રેન્ડ કરવા માંડે છે. શુક્રવારે પણ મોદીના તમિલનાડુમાં આગમન પહેલાં #GoBackModi ટ્‌વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. મોટાભાગના લોકો સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય રંગ આપવા બદલ વડાપ્રધાનની ટીકા કરી રહ્યા હતા. એક ટ્‌વીટર યુઝરે લખ્યું હતું કે, “જ્યારે દેશનો હીરો વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કેદમાં છે, ત્યારે ભારતના વડાપ્રધાન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.” બુધવારે એમડીએમકેના મહાસચિવે કહ્યું હતું કે, ૧લી માર્ચે મોદીની કન્યાકુમારી મુલાકાત દરમિયાન તેમની પાર્ટી કાળા વાવટા ફરકાવી વડાપ્રધાન વિરૂદ્ધ દેખાવો કરશે. વાઈકોએ કહ્યું હતું કે, ગયા વર્ષે નવેમ્બરમાં ગાઝા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં વડાપ્રધાન નિષ્ફળ ગયા હતા. આથી, તેમના વિરૂદ્ધ આ દેખાવો કરવામાં આવશે.