ગોધરા, તા.૧૮
આજ રોજ ગોધરા ખાતે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં ૯૦ કરતા વધુ પ્રતિમાઓ સાથે આયોજક મંડળો જોડાયા હતા શ્રીજી યાત્રા વિશ્વકર્મા ચોકથી શરૂ થઇ હતી અને રાની મસ્જિદ તેમજ કેસરી ચોક પોલન બઝાર આગળ પાહોંચી હતી જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રીજી તેમજ જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ સહીત ગણેશ યાત્રા તેમજ હિન્દૂ સમાજ ના ભાઈ બહેનો નું મુસ્લીમ અગ્રણીઓ એ ઉષ્મા ભેર હાર્દિક સ્વાગત કર્યું હતું.
ગોધરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૨૦૦૦ ઉપરાંત પોલીસ જવાનોની લોખંડી સુરક્ષા કવચ વચ્ચે ગણેશ વિસર્જનની શોભા યાત્રાનો આરંભ થયો હતો સમગ્ર શોભા યાત્રા રૂટ પર ૬૨ જેટલા સીસીટીવીની બાજ નજર હેઠળ શહેરમાં તંત્ર દ્વારા વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની પોલીસ વિભાગ દ્વારા તૈ્યારી કરાઈ હતી હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી તોફાની તત્વો સામે બાજ નજર રાખવામાં આવી રહી હતી. અત્યંત ગુપનિય રીતે ૬૨ ઉપરાંત સીસીટીવી કેમેરાની સાથે વિડીયોગ્રાફર દ્વારા સમગ્ર યાત્રા ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ગોધરા સહિત જિલ્લામાં ચાપતિ નજર સાથે ડ્રોન કેમેરાથી રાખવામાં આવી હતી.
માત્ર ગોધરા શહેરમાં શ્રીજીની નાની મોટી ૬૦૦ ઉપરાંત પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થાય તે માટે રેંજ આઈ જી મનોજ શશિધરના માર્ગદર્શન અને સુચનાને આધારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ તેમજ તેમની ટીમ તથા તંત્ર દ્વારા માઇક્રોપ્લાનીંગ કરવામાં આવ્યુ હતું . રામસાગર તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.