ગોધરા, તા.૧૧
ગુજરાતના રાજકારણમાં કોમી ધ્રુવીકરણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેનો દાખલો ગોધરા પણ છે. ગોધરાની વસ્તી ૧,પ૦,૦૦૦ છે પણ એ કયારે પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે સારા કોમી એખલાસથી જાણીતો બનેલ નથી. ૧૯૪૭ પહેલા પણ પ્રત્યેક વર્ષે એક ઘટના બનતી હતી જેથી કોમી વૈમન્સ્ય ફેલાતું હતું. જે વૈમન્સ્ય ર૦૦ર પછી વધુ ઘેરું જ બન્યું છે. ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં રર ટકા મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ આ બેઠક ઉપરથી ૧રમાંથી ૬ વખત જીતી છે. આવનાર નવેમ્બરની ચૂંટણીઓ બન્ને પક્ષો માટે ખરી કસોટીની રહેવાની છે. બન્ને પક્ષો મતવિસ્તાર અને રાજ્યમાં પ્રભુત્વ મેળવવા મળશે. ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમોની વસ્તી ૯ ટકા છે. ભાજપ ગાયના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેથી હિન્દુ મત બેંકને સાચવી શકાય. જો કે, ચૂંટણીલક્ષી અભિગમો આ વખતે વધુ ગૂંચવાયેલ છે. મુસ્લિમોનો એક વર્ગ એવું માને છે કે, કોંગ્રેસે અમારા માટે કંઈ કર્યું નથી અને અમને ભ્રમમાં જ રાખ્યા છે. પક્ષે મુસ્લિમોનો વિશ્વાસ હાંસલ કરવા નોંધપાત્ર કોઈ કાર્ય કર્યું નથી. એના બદલે માર્ચ મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, જો રામમંદિર એમના જન્મસ્થળ ઉપર બનશે તો મને પ્રસન્નતા થશે. જૂન મહિનામાં પક્ષની યુવા પાંખે માગણી કરી હતી કે કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જાઈએ. જો કોંગ્રેસ હિન્દુઓને આકર્ષવા પ્રયાસો કરી રહી છે તો ભાજપ પણ મુસ્લિમોને રિઝવવા પ્રયાસો કરી રહી છે. મે મહિનામાં પક્ષના લઘુમતી સેલના સભ્યોએ મુસ્લિમો સાથે મીટિંગો કરી હતી અને દાવો કર્યો હતો કે, કોંગ્રેસના ર૦૦૦ મુસ્લિમ સભ્યો ભાજપ સાથે જોડાયા છે. મતો માટેનો સંઘર્ષ બન્ને પક્ષો કરી રહ્યા છે. પણ મુસ્લિમોની સુરક્ષાનો પ્રશ્ન ગુજરાતમાં દબાણ હેઠળ જ છે. જ્યારે રાજ્યની ભાજપ સરકારે ગાયની કતલ માટે જન્મટીપની સજાની જોગવાઈ જાહેર કરતો કાયદો પસાર કર્યો ત્યારે ગોધરામાં સ્થાનિક માંસની દુકાનો અઠવાડિયા સુધી બંધ રહી હતી જેથી કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. ૭૦ ટકા કોમ ભય હેઠળ છે. એમને ભય રહે છે કે કોઈપણ ઘટના થાય છે. પોલીસ મુસ્લિમ યુવકોને પકડી જાય છે અને જેલમાં ધકેલી દે છે. જ્યાં સુધી કોર્ટ છોડે નહીં ત્યાં સુધી એમના કુટુંબીજનો તાણમાં રહે છે. કોઈ તપાસ થતી નથી. થોડા જ મહિનાઓમાં મોદીની અગ્નિપરીક્ષા થઈ જશે. ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવાની છે જેમાં શું પરિણામ આવે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાનો છે.