તા.૧૬
માઝીઝિયા ભાનુએ ફરી એકવાર કરી બતાવ્યું. કેરળની છોકરીએ રશિયામાં આયોજિત વર્લ્ડ પાવર લિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં પ૬ કિ.ગ્રા. સિનીયર મહિલા ઓપન વર્ગમાં સતત બીજા વર્ષેર્ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ મારો તે લોકોને જવાબ છે. જેમણે મારા ઉપર સવાલ ઊઠાવ્યા હતા. મેં અહીંયા સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. અહીંયા પણ આ એટલું આસાન ન હતું. ભારતીય ટીમમાં કેરળનું એકમાત્ર હોવું જો કે, મને ખુશી છે કે, હું અહીંયા પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી, ઉપરોક્ત શબ્દો મઝીઝિયાએ ટુ સર્કલ.નેટ સાથેની વાતચીતમાં જણાવ્યા હતા. માઝીઝિયાને ચેમ્પિયનશીપ માટે રશિયા જવાની તૈયારી દરમિયાન અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયનશીપના ત્રણ સપ્તાહ પહેલાં તેને એનઆરઆઈ બિઝનેસમેન સાથેની સ્પોન્સરશીપ રદ્દ કરવી પડી, જેના કારણે ફંડની વ્યવસ્થા કરવી તેના માટે લગભગ અસંભવ થઈ ગયું. તેને સોશિયલ મીડિયા પર મદદ માટે વિનંતી જેને સારી રીતે આવકાર મળ્યો અને લોકોએ તેને મદદ કરી.