નવી દિલ્હી,તા.૨૩ ભારતની મહિલા નિશાનેબાઝ અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હી શૂટિંગ વર્લ્ડ કપની ફાઇનલમાં ૨૫૨.૯ના વર્લ્ડ રેકોર્ડના સ્કોર સાથે મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત સાથે અપૂર્વી ચંદેલા વર્લ્ડ કપમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં અંજલી ભાગવત બાદ માત્ર બીજી ભારતીય બની છે. વર્લ્ડ કપમાં અપૂર્વી ચંદેલાનો ત્રીજો વ્યક્તિગત મેડલ છે.આ અગાઉ અપૂર્વીએ ૨૦૧૫માં ચાંગવોનમાં યોજાયેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જિત્યો હતો. ૨૦૧૪માં ગ્લાસગો કોમન્વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને ૨૦૧૮ના ગોલ્ડ કોસ્ટ કોમન્વેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શૂટિંગ વિશ્વકપઃ અપૂર્વી ચંદેલાએ ગોલ્ડ મેડલ જીત્યો

Recent Comments