(એજન્સી) તા.૨
શ્રાવણના મહિનામાં કાવડ યાત્રામાં ભાગ લેનારા ગોલ્ડનબાબા સૌને યાદ હશે. આ વખતે ફરીથી ૨૫મી કાવડ યાત્રામાં ભાગ લેવા ગોલ્ડનબાબા આવી ગયા છે. આ વખતે ખાસ વાત એ છે કે છેલ્લે જ્યારે ગોલ્ડનબાબા કાવડ યાત્રાના આવ્યા હતા ત્યારે તેણે ૧૪.૫ કિલો સોનાના દાગીના અને ઝવેરાત ધારણ કર્યુ હતું જ્યારે આ વખતે આ ગોલ્ડનબાબા ૨૦ કિલો સોનું પહેરીને કાવડ યાત્રામાં ભાગ લઇ રહ્યા છે કે જેની બજાર કિંમત રૂા. ૬ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. ગોલ્ડનબાબાનું અસલી નામ સુધીર મક્કર છે તેમનું કહેવું છે કે યાત્રા પાછળ લગભગ રૂા. સવા કરોડનો ખર્ચ આવે છે. ગોલ્ડનબાબા ગોલ્ડનપુરી મહારાજના નામે પણ પ્રસિદ્ધ છે. દર વર્ષે ગોલ્ડનબાબાની કાવડયાત્રામાં સોનાનું પ્રમાણ વધતું જાય છે. ૨૦૧૬૨માં તેમણે ૧૨ કિલોનું સોનું પહેર્યુ હતું. ગઇ સાલ ૨૦૧૭માં તેમણે ૧૪.૫ કિલોના સોનાના કલેક્શનમાં સોનાની ૨૧ ચેન, ૨૧ લોકેટ અને એક ગોલ્ડ જેકેટનો પણ સમાવેશ થાય છે. નવી ચેઇન ૨ કિલોની છે અને સાથે સાથે ભગવાન શિવનું લોકેટ પણ છે. સોના ઉપરાંત ગોલ્ડનબાબા રોલેક્સની ઘડિયાળ પણ પહેરે છે જેની કિંમત રૂા. ૨૭ લાખ છે. એટલું જ નહીં બાબા પાસે બીએમડબલ્યુ, બે ઔડી અને બે ઇનોવા ગાડી પણ છે. કાવડ યાત્રા દરયમિયાન તેઓ હરિદ્વાર જવા માટે લેન્ડ રોવર, જગુઆર ગાડીઓનોે ઉપયોગ કરે છે. અધ્યાત્મમાં આવતા પહેલા સુધીર મક્કર દિલ્હીની ગાંધીનગર માર્કેટમાં કપડા અને પ્રોપર્ટીનો બિઝનેસ કરતા હતા. હવે તેને ઇન્દ્રપુરમ અને ગાઝિયાબાદ સહિત કેટલીય જગ્યાએ આલિશાન ફ્લેટ પણ છે.
ગોલ્ડનબાબા ઉત્તરાખંડના હરિદ્વારથી કાવડ યાત્રા શરુ કરે છે અને આ વખતે તેઓ યાત્રાની સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યા છે. ગોલ્ડનબાબા ૨૫ પોલીસકર્મીઓની સુરક્ષામાં ઘેરાયેલા રહે છે. ગોલ્ડનબાબાએ જણાવ્યું હતું કે મુસાફરી દરમિયાન હું બહું સોનું પહેરતો નથી કારણ કે તેના વજનથી મારી ગરદનના જ્ઞાનતંતુઓ પર અસર પહોંચે છે અને એક આંખની દ્રષ્ટિને પણ અસર કરે છે.