(એજન્સી) ટોરન્ટો, તા.ર૦
કેનેડાના બ્રામ્પટન શહેરમાં પોતાના ઘરમાં બેઠેલી ર૭ વર્ષીય ભારતીય વ્યક્તિની ચાર શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતક પલવીન્દરસિંહ ટ્રક ડ્રાઈવર હતો અને ર૦૦૯માં કેનેડા આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પલવીન્દરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા બદલ ૧૮ વર્ષીય અને બીજા ૧૯ વર્ષીય હુમલાખોરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમની સામે ફર્સ્ટ ડિગ્રી હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, હુમલા બાદ ત્રણ જણ બાઈક પર ફરાર થયા હતા. બે દિવસ અગાઉ જ પલવીન્દરનો જન્મદિવસ હતો. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આ હત્યા સાથે બ્રામ્પટનમાં ચાલુ વર્ષે હત્યાની ૧૧ ઘટનાઓ નોંધાઈ હતી.