(એજન્સી) લાહોર, તા.૭
નરોવાલના કાંજરૂરમાં અજાણ્યા યુવાને ફાયરિંગ કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હુમલાખોરની ધરપકડ પાકિસ્તાનના ગૃહપ્રધાન એહસાન ઈકબાલ પર રવિવારે એક રેલી દરમિયાન ગોળીબાર થયો છે ગોળી ઇકબાલના ડાબા ખભામાં લાગી છે બાદમાં તેઓને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
ઇકબાલના પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ ખતરાથી બહાર છે ઇકબાલ પર આ હુમલો નરોવાલ શહેરના કાંજરૂરમાં થયો, જ્યાં તેઓ એક રેલી માટે પહોંચ્યા હતા રેલી બાદ જ્યારે ઇકબાલ પોતાની કારમાં બેસી રહ્યા હતા ત્યારે તેના પર ગોળી ચલાવાઈ હતી.
આ ઘટનામાં હુમલાખોરની ઉંમર ૨૦થી ૨૨ વર્ષ જણાવાઈ રહી છે. પાકિસ્તાનના ગૃહરાજ્યપ્રધાન તલાલ ચૌધરીએ જણાવ્યું કે હુમલાખોરને સ્થળ પરથી પકડી લેવાયો છે અને આ હુમલાખોર કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ આ અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હુમલાખોરે ઈકબાલ પર ૧૮ મીટરના અંતરેથી હુમલો કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ તરત પગલાં લઈ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ બનાવમાં હુલાખોરે ૩૦ બોરની પિસ્તોલનો ઉપયોગ કર્યાનું બહાર આવ્યું છે.