(એજન્સી) કાબુલ,તા.૧૧
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ ગુરૂવારે અફઘાનિસ્તાનના ખાંસી શહેરમાં એક મસ્જિદમાં નમાઝ દરમિયાન બંદૂકધારીઓના એક જૂથ દ્વારા ઓછામાં ઓછા ચાર લોકોની હત્યા કરવા આવી હતી. તેમજ ત્રણ લોકો ઘાયલ થયા હતા.
નોંધનીય છે કે સોમવારે કાબુલમાં ધર્મગુરૂઓની બેઠકમાં આત્મઘાતી હુમલામાં ૧૪ નાગરિકોનાં મોત થયા હતા અને ૧૭ ઘાયલ થયા હતા. આ હુમલાના કેટલાક કલાકો પહેલાં જ મૌલવીઓએ આત્મઘાતી હુમલાઓને ‘હરામ’ કરાર આપ્યો હતો. અફઘાનિસ્તાનના રાજનૈતિક અને સામાજિક નેતાઓ તાલિબાન સહિત અન્ય વિદ્રોહી જૂથો વિરુદ્ધ એકજૂથ થવા આહ્‌વાન કરી રહ્યા છે.