(એજન્સી) તા.રપ
હરિયાણા વિધાનસભામાં સિરસા મત વિસ્તારમાંથી ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ કાંડાએ ભાજપ સાંસદ સાથે દિલ્હી જતી વેળાએ કહ્યું નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ હરિયાણામાં વિકાસ થશે. અમે બધા અપક્ષ ધારાસભ્યોએ ભાજપને બિનશરતી સમર્થન આપવા નિર્ણય કર્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ ફોટોમાં દર્શાવાઈ રહ્યું છે કે ગોપાલકાંડા પ અપક્ષો સાથે અમિત શાહને મળવા દિલ્હી જઈ રહ્યા છે. ગોપાલ કાંડા હરિયાણાના પૂર્વમંત્રી, ધંધાર્થી, આત્મહત્યાના બે કેસોમાં દુષ્પ્રેરણાના આરોપી છ.ે એમણે સિરસામાંથી ચૂંટણી લડી હતી અને વિજયી થયા છે.
ર૦૦૯માં એમણે ચૂંટણી જીતી હતી અને રૂડા સાથે સરકારમાં જોડાયા હતા અને મંત્રી પદ મેળવ્યું હતું જો કે એમની ઉપર બળાત્કાર અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના આક્ષેપોના લીધે રાજીનામું આપવું પડયું હતું.
ર૦૧રના વર્ષમાં ગીતિકા શર્માએ આત્મહત્યા કરી હતી અને પોતાની સ્યુસાઈડ નોટમાં ગોપાલ કાંડાનું નામ લખ્યું હતું. જે પછી એમની ધરપકડ થઈ હતી. ર૦૧૩ના વર્ષમાં ગીતિકા શર્માની માતાએ પુત્રીને ન્યાય નહીં મળતા હતાશાના લીધે આત્મહત્યા કરી હતી. એમણે પણ ગોપાલકાંડાનું નામ જણાવ્યું હતું. જો કે હાલમાં વિજય પછી ગોપાલ કાંડાએ કહ્યું છે કે, મારી સામે કોઈ આક્ષેપો નથી. ફકત ૩૦૬ હેઠળ કેસ ચાલી રહ્યો છે જે પણ બનાવટી છે.
આ બધા આક્ષેપોના લીધે ગોપાલકાંડા ૧.પ વર્ષ સુધી જેલમાં પણ રહી ચૂકયો છે. એમને જામીન મળેલ છે છતાંય હજુ કેસો ચાલી રહ્યા છે. તે વખતે ભાજપાએ ગોપાલકાંડાની ધરપકડ માટે શેરીઓમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા એ જ ભાજપ આજે એમના માટે ફૂલોના હાર લઈ ઉભી છે. કાંડા અને એમની પત્ની સામે ૪૦ કરોડ રૂપિયાની ટેક્ષ ચોરીના પણ આક્ષેપો હતા. ર૦૦૮ના વર્ષમાં કાંડાના સમર્થકોએ આવકવેરાના અધિકારીઓ ઉપર દરોડાઓ સમયે હુમલો કર્યો હતો. જો કે ર૦૧રમાં એમની સામેના બધા આક્ષેપો પડતા મુકાયા હતા. ર૦૧૮ના વર્ષમાં કાંડા અને એમના સમર્થકોએ ક્રિકેટર અતુલ વાસનને માર માર્યું હતું. એમનો વાંક એ હતો કે એમણે કાંડાની કારની ઓવરટેક કરી હતી. પછીથી એ માફી માગી છુટયા હતા. કાંડા એક બાઉન્સના પ કેસોનો પણ સામનો કરી રહ્યા છે. કાંડાએ પોતાના ચૂંટણી સોગંદનામામાં ૯પ કરોડની સંપત્તિ દર્શાવી હતી. એમની પાસે ગોવામાં જુગાર રમાડવાના પાંચ કેસિનોના લાયસન્સો છે.