(એજન્સી) તા.૬
મહારાષ્ટ્રમાં ભાજપના એક સંસદસભ્યે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ખ્રિસ્તીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં ફાળો આપ્યો ન હતો. મુંબઈ ઉત્તર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ૬૪ વર્ષીય ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે ભારત હિન્દુઓ દ્વારા સ્વતંત્ર થયું ન હતું, ભારત મુસ્લિમો દ્વારા પણ સ્વતંત્ર થયું ન હતું આપણે આપણી સ્વતંત્રતા માટે એક થઈને લડ્યા હતાં. ખ્રિસ્તીઓ અંગ્રેજો હતા આથી તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ન હતો. આ વિવાદાસ્પદ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે શેટ્ટીના રાજીનામાની માગણી કરી હતી. આ પ્રથમ વખત નથી કે શેટ્ટીએ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોય, ર૦૧૬માં તેમણે ખેડૂતોની આત્મહત્યાને ‘ફેશન’ ગણાવી હતી.