(એજન્સી) રાંચી, તા.૩૧
ઝારખંડના બે મેડિકલ હોસ્પિટલમાં ચાલુ વર્ષમાં હમણા સુધી ૮૦૦થી વધુ બાળકોનાં મોત થયા હતા અને આમાંથી મોટાભાગના બાળકોના મૃત્યુ ઈન્સેફલાઈટિસને કારણે થયા છે. ચાલુ વર્ષમાં રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઈન્સ (રિમ્સ)માં ૬૬૦ બાળકોનાં મોત અને જમશેદપુરમાં મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ૧૬૪ મોત થયા હોવાની ખબર છે. રિમ્સના પ્રવક્તાઓએ જણાવ્યું કે પ૧ ટકા બાળકોનાં મોત ઈન્સેફ્લાઈટિસને કારણે ૧૭ ટકા નિમોનિયા અને બાકી બીજા કારણોસર જેમાં મેલેરિયા, સાપનું ડંખ અને શ્વાસની સમસ્યા તથા ઓછા વજનને કારણે થયા છે. રિમ્સના નિર્દેશક ડો.બી.એલ. શેરવાલે કહ્યું કે ચાલુ વર્ષમાં ૪૮પપ બાળકો દાખલ કરવામાં આવ્યા છે અને ૪૧૯પના ઈલાજ બાદ તેમને રજા આપવામાં આવી અને ૬૬૦ બાળકોને બચાવવામાં ન આવી શક્યા. અમે ૮૬.૪૦ ટકા બાળકોની સારવાર કરી હતી. સૂત્રોની જાણકારી મુજબ ગત વર્ષ રિમ્સમાં ૧૧૧૮ બાળકોનાં મોત થયા હતા. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ સુધીર ત્રિપાઠીથી વ્યક્તિગત રીતે મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલ તથા ગુમલાના સદર હોસ્પિટલોમાં બાળકોના મોતની તપાસ કરવા કહ્યું છે. આ વર્ષે સદર હોસ્પિટલથી ડોક્ટરોની બેદરકારીને કારણે સાતના મોતના મામલાઓ સામે આવ્યા છે. ત્રિપાઠી મોત વિશે તપાસ કરવા મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલની મુલાકાત કરશે. રાજ્યમાં બાળકોની મૃત્યુના હંગામા બાદ રિમ્સના અધિક્ષક ડો.એ.એલ.કે. ચૌધરીને હટાવી દેવામાં આવ્યા છે. વિવેક કશ્યપને રિમ્સના નવા અધિક્ષક બનાવવામાં આવ્યા છે. રિમ્સના નિર્દેશક શેરવાલે સ્વાસ્થ્ય વિભાગને પોતાને પદ મુક્ત કરવા પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે ઝારખંડ સરકારને મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં એક મહિનામાં પર બાળકોનાં મોત પર નોટિસ જાહેર કરી છે. કોંગ્રેસે આ મામલે ન્યાય તપાસની માગ કરી છે.