(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
સાતમાં પગાર પંચમાં એડહોક ડોકટર્સને અન્યાય થતો હોવાનું તેમજ ડોકટરોની પડતર માંગણીઓને લઇને આજે ગોત્રી મેડીકલ કોલેજનાં તબીબોએ ડીનને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.તબીબોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચનાં અમલ બાદ હોસ્પિટલમાં કામ કરતાં એડહોક ડોકટર્સને સાથે અન્યાય થઇ રહ્યો છે. આ ઉપરાંત ડોકટર્સને પુરતી સુવિધાઓ મળતી નથી તેમ જણાવી ડીનને ઉગ્ર રજુઆત કરી હતી. સાથે તબીબોએ ગોત્રી મેડીકલ કોલેજ બહાર દેખાવો યોજીને લોલીપોપનું વિતરણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ જો માંગણીઓ પુરી ના થાય તો ૧લી ઓગષ્ટથી વડોદરા સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલ અને મેડીકલ કોલેજનાં તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.