(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૮
હળવદના અમરાપર ગામની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી નારાજ ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી હતી અને એક શિક્ષિકાને અન્ય ગામમાં ચાર્જ સોંપવામાં આવતા શિક્ષિકાને પરત કરવાની માંગ કરી રહ્યા છે.
સરકારી શાળામાં શિક્ષણ કાર્ય રેઢિયાણપણે ચાલી રહ્યું છે ‘ભણશે ગુજરાત’ જેવા સોનેરી સૂત્રો આપતી સરકાર સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો ફાળવી શકતી નથી અને હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અવારનવાર શાળાને તાળાબંધી જેવા બનાવો બનતા રહે છે જેમાં આજે હળવદ તાલુકાના જૂના અમરાપર ગામની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય તે ઉપરાંત શાળાના મહિલા શિક્ષિકાને માથક ગામનો ચાર્જ સોંપવામાં આવ્યો હોઈ જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય આજે સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને શિક્ષિકાને જૂના અમરાપર પરત નહિ કરાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ચીમકી ઉચ્ચારી છે તો આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યોના હોવાનો રોષ ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે.