દાહોદ, તા.ર૬
અચાનક અંધારી રાત્રીએ પોતાના ઘરમાંથી બે યુવાનોને લઈ ગયેલ દાહોદ પોલીસના માર મારવાથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનો આક્ષેપ કરી મૃતકની લાશને જેસાવાડા પોલીસ મથકે લાવી હત્યાનો ગુનો નોંધવાની માગણી કરતા તેઓને સંતોષકારક જવાબ ન મળતા અંદાજે પ૦૦ ઉપરાંતના ગ્રામજનોના ટોળાએ જેસાવાડા પોલીસ મથકને ઘેરી લઈ બાનમાં લીધું હતું તથા પોલીસ કંપાઉન્ડમાં મૂકેલા પોલીસ વાહનોની તોડફોડ કરી એક પોલીસવાનને સળગાવી ભારે પથ્થરમારો કરતા આઠ જેટલા પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચવા પામી હતી. તો બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા પોલીસે દસ જેટલા અશ્રુવાયુના સેલ છોડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે જેસાવાડા ગામ ટપોટપ બંધ થઈ જવા પામ્યું હતું. જેસાવાડા પહોંચેલી વધુ પોલીસ કુમકે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી પરંતુ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકની હદમાં આવેલા ચિલાકોટા ગામમાં દિવાળી કરવા આવેલા અને પોતાના ઘરે નિંદર માણી રહેલા બે યુવાનો કનેશ મસુલ ગમાર ઉ.વ.૩ર અને રાજુ મસુલ ગમાર ઉ.વ.૩૦ બંનેને દાહોદ જિલ્લા પોલીસની એક બ્રાંચની પોલીસે કોક કારણસર પકડી લઈ ગયા હોવાનું અને પોલીસ થોડાક કલાક પછી બે પૈકી એક કનેશ મસુલ ગમારને ચીલાકોટા ગામના જ એક અગ્રણીની ઘર આગળ મૂકી જતા રહ્યા હોવાનું અને ઘરે મૂકી ગયેલા કનેશનું થોડીક જ ક્ષણોમાં મોત નિપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ મૃતકના સ્વજનોએ કરી આ બાબત અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા મરણ જનાર કનેશનું મૃત્યુ પોલીસના બેરહેમીપૂર્વકના મારને કારણે જ થયું હોવાનો આક્ષેપ કરી તેના સ્વજનો અને ગ્રામજનોએ આ બંને યુવાનો નિર્દોષ હોવાના અને આલિયાને સ્થાને માલિયાને લઈ ગયા હોવાનો આક્ષેપ પણ ખુલ્લેઆમ કરતા હતા.
મરણ પામેલ કનેશના મૃતદેહને જેસાવાડા લઈ ગયેલા ગ્રામજનોએ પોલીસે કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માગણી કરી હતી. પરંતુ આ સંદર્ભે પોલીસ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવાનું જણાવ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આ અંગે કનેશની સાથે લઈ જવાયેલા રાજુનો અત્તો પત્તો ન હોવાનું અને પોલીસ દ્વારા આ અંગે કોઈ પ્રકાશ ન ફેંકાતા અનેક શંકા-કુશંકાઓ ઊભી થવા પામી છે.
મૃતક કનેશની લાશ હાલ જેસાવાડા પોલીસ મથકમાં જ છોડી જવામાં આવી છે અને હવે અંધારાનો લાભ લઈ ગ્રામજનો વધુ આક્રમક બનવાનાં એંધાણે સમગ્ર પંથકમાં અને ખાસ કરીને જેસાવાડાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાલ અજંપાભરી શાંતિ વચ્ચે મૂળ જેસાવાડાના ગ્રામજનો પોલીસની નીતિ રીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ગ્રામજનોએ જેસાવાડા પોલીસ મથકને ઘેરી વાહનોની તોડફોડ કરી આગચંપી કરતા તંગદિલી

Recent Comments