(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
ગામડાઓમાં તથા તાલુકા મથકો વગેરે કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસની સાથે સહકાર આપતા ગ્રામરક્ષક દળના જવાનો અને સાગર કિનારે સુરક્ષાની કામગીરીમાં સહાયક તરીકે રહેતા સાગર રક્ષક દળના જવાનોને મળતા દૈનિક ભથ્થગ્રામરક્ષક દળ અને સાગર રક્ષક દળના
જવાનોના ભથ્થાં બમણા કરાયાામાં સરકારે ૧૦૦ ટકા જેટલો વધારો કરવાનો આજે નિર્ણય કર્યો છે. એટલે કે હાલમાં જે ભથ્થુ મળે છે તે બમણું મળશે.
ગ્રામરક્ષક દળ અને સાગર રક્ષક દળના જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરવાનો સંવેદનશીલ નિર્ણયની ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકા ખાતે જાહેરાત કરતા જણાવ્યુંહતું કે ગ્રામ સ્તરે, સરહદી વિસ્તારોમાં અને સાગર કિનારાના અંતરિયાળ વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો અને ધાડપાડુઓથી ગ્રામ્ય વિસ્તારોનું રક્ષણ કરવું, દેશ વિરોધી-સમાજ વિરોધી તત્ત્વોની પ્રવૃત્તિઓને અટકાવવી અને ખાસ કરીને રાત્રી ફરજ દરમિયાનના ગુનાખોરીને ડામવા ચાંપતી નજર રાખવી એ આ જવાનોની મુખ્ય કામગીરી છે.
રાજ્યભરમાં આવા ૪૦,૭૧ર જવાનો નોંધાયેલ છે અને અંદાજે સરેરાશ દરરોજના ૧૦,૦૦૦ જેટલા જવાનો નાઈટ રાઉન્ડ સાથે કાયદો અને વ્યવસ્થાની કામગીરી બજાવે છે. આવા જવાનોને હાલ દૈનિક ભથ્થુ જે રૂા.૧૦૦ મળે છે તે હવેથી બમણું (રૂા.ર૦૦) મળશે. આ વધારાથી રાજ્ય સરકારની તિજોરી ઉપર વધારાનો રૂા.૩૪.૦પ કરોડનો બોજો પડશે.