ઉના,તા.૮
ગુજરાત રાજ્ય એસ.ટી. બોર્ડ નિગમ દ્વારા ઉના બસ ડેપોને વર્ષો પછી પણ નવી બસો આપવા નિષ્ફળ રહેલ છે. અને હાલમાં ૪૪ જેટલી એસ.ટી બસ ઉના ડિવિઝનની હોય જે પૈકી ૧૭ જેટલી બસો બિલકુલ ખખડ જનક સ્થિતીમાં મુકાયા બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવી જોખમી મુસાફરી કરાવવામાં આવતી હોવાનું એસ.ટી. ડેપોના સુત્રમાંથી જાણવા મળે છે.
એસ.ટી બોર્ડના નિયમ અનુસાર નવી બસોને તેના નક્કી કરેલા કિ.મી. પૂર્ણ થતા દોડાવી શકાય નહી તેમ છતાં ઉના-રામેશ્વર રૂટમાં નાઇટમાં દોડતી લોકલ બસના ૭ લાખ કિ.મી. પૂર્ણ થવા છતાં હાલ આ બસ ૯ લાખ કિ.મી. થયેલ હોય અને આર.ટી.ઓ નિયમ મુજબ ઓવેસીજ થયેલ હોવા છતાં શાળાના છાત્રો માટે આ બસનો ઉપયોગ કરાય છે અને ૧૨૦ જેટલા બાળકોને ખચોખચ રીતે ભરી દોડાવી જોખમી મુસાફરી કરાવાતી હોવાના કારણે ચિંતાનો વિષય બની રહ્યો છે. એસ.ટી. ડેપોના મેકેનિકલ વિભાગની આધાર સુત્રોએ એસ.ટી. ડેપોમાં મોટા ભાગની બસો ફેલ હોય અને આર.ટી.ઓ. નિયમ વિરૂદ્ધ દોડાવવાના કારણે આવી બસો રસ્તામાં ટેકનિકલ ખરાબીઓ સર્જાતા બંધ થવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થતા હોય છે. અને રસ્તામાં બંધ પડી રહેતી બસોને લાવવા લઇ જવાનો ખર્ચ પણ માથે પડતો હોય છે. તેને રીપેરીંગ સામગ્રી પણ અમરેલી ડિવિઝનમાંથી સમયસર અપાતી ન હોવાથી બસોના રૂટો ફરજીયાત રીતે બંધ કરવા પડે છે તેવું જણાવેલ હતું. ગુજરાત રાજ્ય એસ.ટી.રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ઉના ડેપોમાં નવી બસોની વહેલી તકે ફાળવણી કરવામાં આવે તો નિયમીત સમય આ બસોને ગ્રામ્ય વિસ્તારમાં દોડાવવામાં આવે ગ્રામિણ પ્રજા અને છાત્રોને હેરાનગતી થતી બંધ થાઇ તેવી માંગણી ઉઠી રહી છે. અને જો. કિ.મી. પૂર્ણ થયેલી બસોને બંધ નહી કરાય તો આવી બસો ગમે ત્યારે અકસ્માત નોતરશે અને અનેક જીંદગી ગુમાવવાનો સમય આવશે તેવું એસટી વર્તુણમાં ચર્ચા ઉઠી રહી છે.