અમદાવાદ,તા.રર
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ તા.ર૮ મેના રોજ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ ુુુwww.gseb.org અને www.gseb.org પર સવારે ૮ વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. માર્ચ ર૦૧૮માં લેવાયેલી એસએસસીની પરીક્ષાના પરિણામ અંગે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે આ વર્ષે ગણિતનું પેપર અઘરૂ નીકળ્યું હોવાથી ગણિત વિષયમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થી નાપાસ થાય તેવી શકયતા સેવાઈ રહી છે. ત્યારે બોર્ડ દ્વારા ધો.૧૦ના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચુ લાવવા માટે ગ્રેસીંગ આપવાની વિચારણા ચાલી રહી હતી. જો કે ધો.૧૦માં ગણિતના વિષયમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ નાપાસ થાય તો બોર્ડનું પરિણામ ખૂબ નીચુ આવે તેમ છે. ત્યારે ધો.૧૦ના વિદ્યાર્થીઓને ગ્રેસીંગ માર્કસ અપાય તો બોર્ડનું પરિણામ ઉંચુ આવે તેમ છે ત્યારે બોર્ડે પણ ધો.૧૦ના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચુ લાવવા ગ્રેસીંગ માર્કસ આપવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે ધો.૧૦નું બોર્ડનું પરિણામ કેવું આવે છે તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે.