(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૨૫
જીએસટી કાનૂનનું ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષામાં રૂપાંતર કરવા માટે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીએસટીના કાનૂન અને નિયમો જે હાલ અંગ્રેજીમાં છે તેનું ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રૂપાંતર કરવા માટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપેલી એક સૂચનામાં આ કાનૂન ફકત ગુજરાતી નહીં તમામ પ્રાદેશિક ભાષામાં રૂપાંતર થાય તે જોવા પણ જણાવ્યું છે.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.પી.પારડીવાલાએ આદેશ આપતા નોંધ્યું હતું કે દેશમાં નવો કાયદો અમલમાં આવ્યો છે અને તે એક સર્વ સ્વીકાર્ય બને તે માટે સ્થાનિક ભાષામાં હોય તે જરૂરી છે. સરકારે વેપારીઓ તથા ઉદ્યોગક્ષેત્રોને આ નવા કાનૂનથી વધુ સારા અને સુશિક્ષિત કરવા જરૂરી છે. સરકારે મોડલ જીએસટી કાનૂન અંગ્રેજીમાં તૈયાર કર્યા છે. પણ દેશમાં તમામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અંગ્રેજીથી તેટલા માહિતગાર ન હોય તે સ્વાભાવિક છે તેથી સરકારે તેનું પ્રાદેશિક ભાષામાં રૂપાંતર કરવું જોઈએ.
GST કાનૂનનું ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષામાં રૂપાંતર કરો, ગુજરાત હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ

Recent Comments