(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના નિર્દેશક વિજય ગુટ્ટેની જીએસટી ઈન્ટેલિજન્સ વિગે ધરપકડ કરી છે. વિજય પર ૩૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નિર્દેશક પર આરોપ છે કે, તેમની કંપની વી.આર.જી. ડિઝિટલે હોરાયજન નામની કંપનીથી એનિમેશન અને કર્મચારીઓની સર્વિસ લેવાના નામ પર ર૬૬ કરોડ રૂપિયા આપ્યા. આના પર ૩૪ કરોડ જીએસટી ક્રેડિટ નકલી દસ્તાવેજ આપીને મેળવવાનો પ્રયાસ કર્યો. જ્યારે વિજય આ કંપનીથી કોઈ સર્વિસ જ નથી લીધી. હોરાયજન નામની કંપની વિરૂદ્ધ ૧૭૦ કરોડના બોગસ જીએસટી બિલનો કેસ ચાલી રહ્યો છે. આ કંપની આજ રીતે પોતાના કલાઈન્ટને બોગસ જીએસટી બિલ આપી કરોડોના કૌભાંડ કરે છે. વિજય મહારાષ્ટ્રના રાજનેતા ગુટ્ટેના પુત્ર છે. જેમના પર પપ૦૦ કરોડના બેંક કૌભાંડના આરોપ છે. આને વિપક્ષે આ કૌભાંડને આરોપ લગાવતા મહારાષ્ટ્રના નાના નીરવ મોદીનું નામ આપ્યું છે. નિર્દેશક રૂપમાં વિજય રત્નાકર ગુટ્ટેની આ પ્રથમ ફિલ્મ હશે જે ર૧ ડિસેમ્બરના રોજ રીલીઝ થશે. ફિલ્મમાં મનમોહનસિંહની ભૂમિકામાં અનુપમ ખેર છે જ્યારે ફિલ્મમાં બાયની ભૂમિકા અક્ષય ખન્ના અને દિવ્યા શેઠ શાહર મનમોહનની પત્ની ગુરૂશરણ કોર્ટની ભૂમિકા નિભાવી રહી છે.