(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કેન્દ્ર સરકાર દ્વારા ૧ જુલાઈથી દેશભરમાં લાગુ કરાયેલ જીએસટી કાનૂનથી વેપારીઓ અને ગ્રાહકોને શું ફાયદો થશે કે ગેરફાયદો તે અંગે ભારે મૂંઝવણ ફેલાઈ છે. કઈ વસ્તુના ભાવો વધશે અને કઈ વસ્તુના ઘટશે તે હજુ ચોક્કસ જણાતું નથી. જીએસટી લાગુ થઈ ગયો છતાં તેના અમલ અંગે હજુ અસમંજસની સ્થિતિના કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં મુંઝવણ છે.
આ અંગે એક અંગ્રેજી અખબારે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો જીએસટી પછી કેવા રહ્યા તેનું સર્વે કર્યું હતું.
સ્ટેશનરી અને સ્કૂલ બેગ
૩પ વર્ષની વયના શાન્તા દેવીએ તેમની પુત્રીને ખાનગી શાળામાં દાખલ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમણે તે માટે કરેલ બચત સ્કૂલબેગ અને સ્ટેશનરી પાછળ ખર્ચી નાખી. જે સ્કૂલબેગ રૂા.પ૦૦માં મળતું હતું તે હવે જીએસટી પછી ૭૦૦મા મળે છે. બેગના ભાવ એકાએક વધી ગયા. તેમની પુત્રી ત્રીજા ધોરણમાં ભણે છે તે જ રીતે લંચબોક્સ, શાહીપેન, પેન્સિલ, શાર્પનર વગેરેનો ભાવ વધી ગયો છે.
દિવ્યાંગ માટે…. શિખર શર્મા નામની દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની કાને બહેરાશ આંખે જોવાની તકલીફ હોવાથી તે મશીનનો ઉપયોગ કરે છે જેના ભાવ અચાનક વધી જતાં હવે તેના માતા-પિતા દરજીકામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ પણ વિકલાંગ છે. જીએસટીથી વધેલા ટેક્ષનું ભારણ અસહ્ય છે. જીએસટીથી બ્રેઈલ ટાઈપરાઈટર પર ૧ર ટકા, પ ટકા કેરેજ પર, વ્હીલચેર પર ૧ર ટકા સાંભળવાના મશીન પર ૧ર ટકા ટેક્સ લગાડાયો છે. જે અગાઉ ટેક્સમુક્ત હતો. સેનેટરી પેડ… પતપરગંજની રહેવાસી એક માત્ર ઘરમાં કમાનાર મહિલા તેની દીકરી માટે સેનેટરી પેડ હવે જીએસટી લાગતા મોંઘા પડી રહ્યા છે. એક મહિના પહેલા તેમને કોઈ તકલીફ ન હતી. હવે સેનેટરી પેડ પર ૧ર ટકા જીએસટી લાગ્યો છે. માતા અને બે દીકરીઓ તેનાથી હતાશ થઈ ગઈ છે. આ લકઝરી વસ્તુ નથી. અમે મહિલાઓ છીએ. દરેક મહિને અમારે સેનેટરી પેડ જરૂરી છે. જે અમારી મજબૂરી છે. સેનેટરી નેપકિન્સને ટેક્સમુક્ત બનાવવું જોઈએ.
ખાંડ… જીએસટીના અમલ પછી ખાંડના ભાવોમાં થોડોક ઘટાડો થયો. ખોખલા ઝુંપડપટ્ટીમાં રહેતા શબાના બેગમે ખુશી વ્યક્ત કરી હતી. ઘરમાં ૬ સભ્યો છે. કંઈક વાર ખાંડ વગરની ચા પીધી છે અમે ખાંડ ખરીદી શક્તા નથી. હવે ખાંડના ભાવ ઘટ્યા છે. હવે સ્વાદ વગરની ચા નહીં હોય. લેડ લાઈટ… જીએસટીના અમલ પછી લેડલાઈટના ભાવોમાં થોડોક ઘટાડો થયો છે. લેડ બલ્બનો રૂા.૭૦ ભાવ હતો જે ઘટીને ઉજાલા યોજના હેઠળ હવે ૭૦ રૂા.થી નીચે રહેશે. ૯ ડબ્લ્યુના બલ્બનો ભાવ થોડોક ઘટશે.