(એજન્સી) તા.૮
ભારતમાં નવી કર પદ્ધતિ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ થવાના પગલે હવે પાટનગર નવી દિલ્હીના સિમાડે આવેલ ગુરુગ્રામના સેક્ટર ૩૪ જાણે રોબોટિક્સ રેવોલ્યુશનનું મુખ્ય કેન્દ્ર હોય એવું લાગી રહ્યું છે. રોબોટિક્સ કંપની ગ્રે ઓરેન્જ દ્વારા મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓફિસ પ્રિમાઇસીસ ભાડે રાખવામાં આવ્યા છે કે જેના ફ્રન્ટ ભાગમાં કાચનું પાર્ટીશન હોય છે.
૨૦૧૧માં આ કોમર્શિયલ હબમાં સ્થાપવામાં આવેલ રોબોટિક કંપની તેના નવા કર્મચારીઓ માટે તૈયારી કરી રહી છે. ત્યાંથી થોડી મિનિટના અંતરે હાઇટેક રોબોટિક સિસ્ટમ્સ આવેલી છે જે કંપની પણ ઇન્ડ્રસ્ટ્રીયલ ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ બે કંપનીઓ ભારતમાં ય્જી્‌ના અમલના પગલે વેરહાઉસિંગ ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ થશે તેની પ્રતિક્ષા કરી રહી છે.
ગ્રે ઓરેન્જ કંપનીના સહસંસ્થાપક અને સીઇઓ સમય કોહલીએ જણાવ્યું હતું કે ય્જી્‌ પહેલા અમારુ માર્કેટ કદ વાર્ષિક ૩૦થી ૫૦ કરોડ ડોલરનું હતું. હવે આ છ વર્ષ જૂની કંપનીનું ટાર્ગેટ ૬ અબજ ડોલર જેટલું થવાની શક્યતા છે જેમાં ટાઇગર ગ્લોબલ અને બ્લુ વેન્ચર જેવા રોકાણકારો છે. હાઇટેક માટે ૨૦૨૨ સુધીમાં ૩૦૦૦ રોબોટ્‌ર્સનું એકંદર લક્ષ્યાંક છે. પરંતુ હવે ય્જી્‌ને કારણે આ ટાર્ગેટ ૨૦૨૦ સુધીમાં સિદ્ધ થઇ શકશે એવું કંપનીની ઓટોનોમસ ટેકનોલોજી અને બિઝનેસ સ્ટ્રેટેજીના વડા રિતુકર વિજેયે જણાવ્યું હતું.
આ પ્રકારના આશાવાદ પાછળનો તર્ક ખૂબ જ સરળ છે કારણ કે હવે ય્જી્‌ના પગલે ભારત સિંગલ માર્કેટમાં ફેરવાઇ જશે અને હવે અગાઉ કંપનીઓને ૨૯ રાજ્યોમાં જુદા જુદા વેરહાઉસીસ (ગોડાઉન) રાખવા પડતા હતા તેના બદલે હવે તેની સંખ્યા ઘટવાથી ખર્ચ ઓછો થશે અને કાર્યક્ષમતા વધશે.
વેરહાઉસીસનું કદ પણ વર્તમાન ફેસિલિટી કરતા ૪થી ૧૦ ગણું વધી જશે કારણ કે કંપનીઓ તેના લોજીસ્ટીક નેટવર્કને સાંકળશે. આ માટે ટ્રેઇન્ડ મેનપાવરની પણ જરુર પડશે.
૩૦ વર્ષના કોહલીએ હાઇસ્કૂલમાંથી જ રોબોટ બનાવવાનું શરુ કર્યુ હતું. આ રોબોટ્‌સ મોટા કદના વિરાટ વેરહાઉસીસમાં કાર્યક્ષમ કામગીરી કરી શકશે. બોક્સી રોબોટ સેલવિંગ યુનિટને હ્યુમન ઓપરેટર સુધી લાવવાનું કામ કરશે. વેરહાઉસમાં રોબોટીક્સ અને માનવ શ્રમનો સુભગ સમન્વય જોવા મળશે.
મોટા મોટા ગોડાઉનમાં હજારો સેલ્ફ, પેકિંગ લાઇન, લેબલિંગ લાઇન, પ્રોબ્લેમ સોલવિંગ લાઇન, સ્કેનિંગ લાઇન વગેરે હોય છે. આવી જટિલ કામગીરી માટે માનવ શ્રમ અને રોબોટ સાથે મળીને કામ કરે છે. વેરહાઉસમાં કાર્યરત કર્મચારી પોતાની અલગ અલગ જવાબદારી સંભાળે છે. ગ્રાહકની માગણી પ્રમાણે કર્મચારી સેન્સર દ્વારા પ્રોડક્ટનું લોકેશન જાણે છે અને પછી કોમ્પ્યુટર તેની જાણકારી રોબોટને આપે છે અને રોબોટ સેન્સર કે ગાઇડેડ વેબ દ્વારા પ્રોડક્ટને સેલ્સ સુધી પહાંેચાડે છે.
કેટલીક જગ્યાએ મોટા રોબોટિક હેન્ડ સેલ પ્રોડક્ટને ઉઠાવીને પેકિંગ બેલ્ટ પર નાખે છે અને આ રીતે સમગ્ર કામગીરી ચાલે છે. આમ હવે ય્જી્‌ના અમલને કારણે વેરહાઉસીસનું કદ વધવાથી રોબોટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે અને વેરહાઉસીસમાં મોટા ભાગની કામગીરી રોબોટ સંભાળશે.