અમદાવાદ, તા.૧૩
રાજ્યમાં કોરોના મહામારીનો કેર છે. જેને લીધે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે જુલાઈ મહિનાના આરંભમાં GTUની પરીક્ષાઓ યોજાવાની હતી જે કેન્દ્રના આદેશ બાદ મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, ત્યારબાદ UGCની ગાઈડલાઈન અને કોરોનાની સ્થિતિ લઈ પરીક્ષાઓ યોજાશે તેમ જણાવાયું હતું. ત્યારે GTU(ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી) પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. આ જાહેરાત મુજબ ઓનલાઈન પરીક્ષા ૩૦મી જુલાઈથી શરૂ થશે જ્યારે ઓફલાઈન પરીક્ષા ૧૭ ઓગસ્ટથી શરૂ થશે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામી ૪ ઓગસ્ટથી અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે જ્યારે GTU(ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી)એ પરીક્ષાની તારીખો જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, ઓનલાઈન MCQ (મ્લટી ચોઈસ કવેશ્ચન) પરીક્ષા ૩૦ જુલાઈથી શરૂ થશે. જ્યારે ઓફલાઈન MCQ પરીક્ષા ૧૭ ઓગસ્ટથી શરૂ થશે. તેમજ સ્પેશિયલ MCQ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. વિગતવાર પરીક્ષાનું ટાઈમટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિ. ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. આગામી ૪ ઓગસ્ટે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે અને અંદાજિત ૧૧,૭૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ૫૦ વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોના કાળમાં ઓફલાઈન પરીક્ષા લેવાશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોના ચુસ્ત પાલન સાથે પરીક્ષા યોજવામાં આવશે તેવી માહિતી યુનિ. સત્તાવાળા દ્વારા આપવામાં આવી છે. ૪ ઓગસ્ટથી શરૂ થનારી પરીક્ષાઓમાં MJMC સેમેસ્ટર-૨, PGDMC સેમેસ્ટર-૨, MBA બેન્કિંગ સેમેસ્ટર-૪, MBA સેમેસ્ટર-૪, MA તમામ સેમેસ્ટર, રેગ્યુલર અને એક્સટર્નલ M.com સેમેસ્ટર-૪, રેગ્યુલર અને એક્સટર્નલ સહિત ૨૭ પરીક્ષાઓ લેવામાં આવશે. સૌથી વધુ વિદ્યાર્થીઓ M.comની પરીક્ષામાં નોંધાયા છે. કોરોનાની મહામારીના કારણે એડમિશનની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. આ સાથે જ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (IMC)એ નર્સિંગ કોલેજોની યુજીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા માટેની મંજૂરી આપી દીધી છે. IMCએ નર્સિંગના છેલ્લા વર્ષ એટલે કે ચોથા વર્ષના વિદ્યાર્થીઓ સિવાયના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્‌ડ પ્રોગ્રેસન આધારિત પરિણામ જાહેર કરાશે. IMCએ દેશની ૧૦૦૦થી વધુ તેમજ ગુજરાતની ૭૦થી વધુ નર્સિંગ કોલેજોએે માર્ગદર્શિકા જારી કરી છે. પ્રથમ, બીજા, ત્રીજા વર્ષના વિદ્યાર્થીને ચાલુ વર્ષની કોલેજે યોજેલી લેખિત પરીક્ષામાં મેળવેલા માર્કસના ૫૦%, ઈન્ટરનલ માર્કસના ૫૦ ટકા મુજબ મેરિટબેઝ્‌ડ પ્રોગ્રેસન આધારિત પરિણામ મુજબ પાસ કરાશે.