(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગુજરાત ચૂંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે તે સમિતિમાં નવસર્જન ગુજરાનું સ્વપ્ન સાકાર કરવા માટે સુરતના એક માત્ર મુસ્લિમ અગ્રણી રિઝવાનભાઇ ઉસ્માની કો.ઓર્ડિનેટર પદે નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી જનરલ સેક્રેટરી અને વરિષ્ઠ આગેવાન રિઝવાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજરોજ મને મારી પક્ષ પ્રત્યેની વફાદારી અને મારા દ્વારા કોંગ્રેસ પક્ષના સંગઠન માળખાને ગુજરાતમાં મજબુત બનાવવાના કાર્યને ધ્યાનમાં લઈ ગુજરાત ચૂંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે તે સમિતિમાં નવસર્જન ગુજરાનું સ્વપ્ન સાકાર કરવા મને કો.ઓર્ડિનેટરની જવાબદારી આપી મારી નિયુક્તિ કરવામાં આવેલ છે. પ્રદેશ પ્રમુખે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મને જે જવાબદારી સોંપવામાં આવેલ છે તેને હું સંપૂર્ણ નિષ્ઠાથી પાર પાડીશ અને ગુજરાતની તમામ વિધાનસભા બેઠક જતવા માટે પ્રયત્નશીલ રહીશ તેમાં ખાસ કરીને સુરત વિધાનસભાની ૧૨ બેઠકો અને દક્ષિણ ગુજરતની તમામ અર્બન બેઠકોની જવાબદારી મને સોંપવામાં આવેલ છે તેને હું ખંત અને નિષ્ઠાથી પાર પાડીશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શહેરી વિસ્તાર માટે ચૂંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. આ ચૂંટણી સંકલન સમિતિના સભ્ય તરીકે સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા બાબુભાઈ રાયકાની નિમણૂંક કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગી અગ્રણી નરેશ રાવળની અધ્યક્ષતામાં આ ચૂંટણી સંકલન સમિતિ બનાવી છે. જેમાં પંદર સભ્યોની સમિતિમાં બાબુભાઈ રાયકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.