(એજન્સી) મુંબઈ, તા.૨૫
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુંબઈ સટ્ટાબજારે કોંગ્રેસની આશા જીવંત કરી છે. જો કે સટ્ટા બજારે રાજ્યમાં મોદી લહેરની અવગણના કરી નથી તેમ છતાં પણ મુંબઈ સટ્ટાબજારનો કોંગ્રેસ પર સટ્ટો, ૯૨થી ૯૭ બેઠક આપી છે. ડેટાની ખબર મેળવનાર એક વિશ્વસનીય સૂત્ર દ્વારા એવી માહિતી આપવામાં આવી કે મુંબઈ સટ્ટા બજાર કોંગ્રેસને ૯૨થી ૯૭ તો ભાજપને ૮૫થી ૯૦ બેઠકો આપી છે. આ રીતે મુંબઈ સટ્ટાબજાર આ ચૂંટણીમાં કોંગ્રેસને હોટ ફેવરીટ માની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બૂકીઓ સક્રિય બન્યા છે ચૂંટણી પંચે ગુજરાતમાં બે તબક્કાની ચૂંટણી જાહેર કરી છે. ગુજરાત વડાપ્રધાન મોદીનું ગૃહરાજ્ય છે. ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી થવાની છે. પહેલાં તબક્કાની ચૂંટણીમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો તો બીજા તબક્કામાં ૧૪ જિલ્લામાં બાકીને ૯૩ બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાનો હાલનો કાર્યકાળ ૨૩ જાન્યુઆરીના રોજ પૂરો થઈ રહ્યો છે.