(એજન્સી) ગાંધીનગર, તા. ૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે સુરતમાં કોમી ભાગલાવાદી પોસ્ટરોએ દેખા દીધી છે જેમાં મુસ્લિમોને કોંગ્રેસના નેતા અહમદ પટેલની તરફેણમાં એક થવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં મુસ્લિમોને કહેવામાં આવ્યું કે અહમદ પટેલને ગુજરાતના વઝીરે આલમ બનાવવા માટે તેમને સમર્થન આપવામાં આવે. હતાશ બનેલી ભાજપની આવી ગંદી ચાલ પર ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અહમદ પટેલે કહ્યું કે ભાજપ તેની વિરૂદ્ધ પ્રવર્તી રહેલો લોકજુવાળને ખાળવા માટે કોમી ચાલનો સહારો લીધો છે. પટેલે ટ્‌વીટ કરીને કહ્યું કે નકલી પોસ્ટરો બહાર પાડીને અને અફવાનો દોર ચલાવીને ભાજપે સાબિત કરી દીધું છે તે રઘવાઈ પાર્ટી બની છે. તેમણે કહ્યું કે હારની બીકે ભાજપ આવી હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી છે. તેમણે કહ્યું કે હું કદી પણ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર રહ્યો નથી અને ભવિષ્યમાં બનીશ પણ નહીં. મૂળ વાત એ છે કે ભાજપ તેના ૨૨ વર્ષના ગેરવહીવટમાંથી લોકોને ધ્યાન બીજી ભટાકવવા માટેનો પ્રયાસ કરી રહી છે. તેથી ભાજપે જુઠાણા અને ખોટા પ્રચારનો સહારો લીધો છે. પરંતુ ગુજરાતના લોકોએ ભાજપને હરાવી દેવાનો નિર્ણય કરી દીધો છે. પટેલે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનું શાસન છે તેના નેતાઓ વિકાસનો દાવો કરી રહ્યાં છે ભગવા પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં તેના મૂળ પ્રચાર તરીકે હિન્દુત્વનો સહારો લીધો છે. આ પહેલા ગુરુવારે વડાપ્રધાન મોદી અને તેમના કેબિનેટ સાથીઓ મણિશંકર ઐયરના નિવેદનની ઉગ્ર ઝાટકણી કાઢી. મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને નીચ ગણાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે આ આદમી બહુત નીચ કક્ષાનો છે તેનામાં કોઈ સભ્યતા નથી અને આવે ટાણે પણ હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ પણ વળતો વાર કરતાં ઐયરના ટિપ્પણીને મોગલોની ભાષા જેવી ગણાવી. સુરતમાં એક જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું કે આવી ભાષા લોકશાહીમાં અસ્વીકૃત છે. કથિત નકલી વિકાસના દાવાઓનું રાજ્યના મતદાતાઓનું ધ્યાન વિચલીત કરવા માટે તથા કોંગ્રેસને નિશાન બનાવવા માટે નકામા મુદ્દાઓ ઉખેડી રહી છે ભાજપ વિકાસનો એજન્ડા પર ધ્યાન આપી રહી નથી તેને બદલે ના હોય તેવા મુદ્દાઓને ઉખેડીને રાજ્યના લોકોનું ધ્યાન ભટકાવી રહી છે.