(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
ગુજરાત રાજય હજ કમિટી મારફત હજ યાત્રાએ જવા ઈચ્છુક વેઈટિંગ લિસ્ટ નંબર ૬૧૭થી ૭૩પ સુધીના વધુ ૧૧૯ હજયાત્રીઓનું પ્રોવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. આથી સિલેકટ થયેલા હજયાત્રીઓએ હજ કુરબાની કરવાની હોય તો તે રકમ ૩૦ મે ર૦૧૮ સુધી ભરી દેવા ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે હજ કમિટી ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ ગુજરાત રાજય હજ કમિટી મારફત જનારા હજયાત્રીઓનું વેઈટિંગ લિસ્ટ ક્રમાંક ૬૧૭થી ૭૩પ સુધી કુલ ૧૧૯નું પ્રોવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. આથી જે હજ અરજદારો કુર્રા (ડ્રો)મા વેઈટિંગ નંબર ૬૧૭થી ૭૩પ ધરાવતા હોય તેમણે તેમની ગ્રીન કે અઝીઝિયા કેટેગરી મુજબની રકમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (કોર ગ્રુપની) કોઈપણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩ર૧૭પ૦ર૦૦૧૦ અથવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નંબર ૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯માં જમા કરી પે ઈન સ્લીપની ઓરિજનલ કોપી, ઓરિજનલ પાસપોર્ટ પાસપોર્ટ સાઈઝનો ૧ કલર ફોટો તેમજ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ (એમબીબીએસ અથવા સરકારી હોસ્પિટલનું) હજ હાઉસ-કાલુપુર, અમદાવાદ ખાતે મોડામાં મોડું ૩૦-પ-ર૦૧૮ કે તે પહેલા મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. પૈસા ભરવાની પેઈન-સ્લીપ મેડિકલ સ્કીનીંગ અને ફીટનેસ સર્ટિ. હજ ગાઈડ લાઈન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા www hajcommittee.com પરથી ડાઉનલોડ કરી લેવા અથવા હજ હાઉસ ખાતેથી રૂબરૂમાં પણ મેળવી શકાશે. પૈસા ભરવાની સ્લીપમાં બેન્ક રેફરન્સ નંબર લખવો ફરજિયાત છે.