અમદાવાદ,તા.૩
આર.ટી.ઈ. હેઠળની પ્રવેશ પ્રક્રિયા માટે ઉપલબ્ધ મફત બેઠકોની સંખ્યાના અને એવી જ રીતે શાળાઓની સંખ્યાના ગોટાળા ઓનલાઈન એડમીશનના વેબ પોર્ટલમાં રહેલી ક્ષતિઓ વગેરે જેવી બાબતોને પડકારતી આરટીઈને લગતી જાહેરહિતની અરજી સંદીપ મુંજયાસરા દ્વારા હાઈકોર્ટમાં માર્ચ ર૦૧૭માં દાખલ કરવામાં આવી હતી પરંતુ સરકારને કોઈ દિશા નિર્દેશ આપવાની જરૂર નથી એવું જણાવી ચીફ કોર્ટે અરજદારની પિટિશનનો નિકાલ કર્યો હતો જેથી અરજદારે આ ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની વધુ સુનાવણી આગામી ૪થી ઓકટોબરે હાથ ધરાશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડો. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ એમ ત્રણ જસ્ટિસની બનેલી ખંડપીઠના તા.૪ સપ્ટેમ્બરના હુકમના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા જે જવાબ ફાઈલ કરવામાં આવ્યો તેમાં શિક્ષણ વિભાગે સ્વીકાર્યું કે કેટલીક શાળાઓના સાચા લોકેશન ન હતા જેથી કેટલાક બાળકોને ૬ કિ.મી. કરતા દુરની શાળામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આવી જ રીતે સંદીપ મુંજયાસરા દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રવેશ પ્રક્રિયાના શરૂઆતના દિવસોમાં અંદાજીત ૧૦૦૦ જેટલી શાળાઓમાં ધોરણ-૧ની સ્ટ્રેન્થ (સીટ) ‘૦’ (શુન્ય) દર્શાવવામાં આવી હતી અને ત્યાર બાદ આવી શાળાઓ શિક્ષણ વિભાગે વેબ પોર્ટલમાંથી ડિલીટ કરી દીધી હતી. શિક્ષણ વિભાગે સુપ્રીમમાં રજૂ કરેલા જવાબમાં સંદર્ભે જણાવ્યું હતું કે પ૯૩ શાળાઓમાં એક પણ એડમીશન થયા ન હતા. વળી આશ્ચર્યજનક બાબત એ છે કે શિક્ષણ વિભાગે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ કરી અને ૯ર૮૮ શાળાઓ જણાવી છે જયારે હાઈકોર્ટમાં કરેલી એકિડેવિટમાં ૮૬૩૭ શાળાઓ જણાવી હતી. જયારે આનાથી તદ્દન વિપરીત વેબ પોર્ટલ ઉપર તા.૧પ માર્ચ ર૦૧૭ના રોજ એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૮૭૦૦ શાળાઓની યાદી વેબ પોર્ટલ ઉપર હતી જયારે તા.૬ એપ્રિલના રોજ વેબ પોર્ટલ ઉપર શાળાઓની સંખ્યા વધીને ૮૮૯૯ થઈ ચુકી હતી અને એ પણ પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ પણ શાળાઓની સંખ્યા વેબ પોર્ટલ ઉપર બદલાતી રહેતી હતી. આવું અરજદારે હાઈકોર્ટમાં સોગંદનામું કરી અને જણાવ્યું હતું. જયારે આજરોજ (૩.૧૦.૧૭) રાજય સરકારના અધિકૃત વેબ પોર્ટલ ઉપર (રંંઃ//િંીખ્તેદ્ઘટ્ઠટ્ઠિંર્.ખ્તિ/ર્ૐદ્બી/જીષ્ઠર્રર્ઙ્મન્ૈજં?ટ્ઠખ્તી=૪૩૫)૮૬૯૬ શાળાઓ દૃશ્યમાન થાય છે આમ રાજયમાં ખરેખર શાળાઓની કેટલી સંખ્યા હશે આમ શાળાઓની સાચી સંખ્યા અંગે અસંમજસ ઉભી થાય છે ત્યારે સુપ્રીમમાં શું થશે ? તે તો ૪ ઓકટોબર પછી ખબર પડશે.