(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ‘મન કી બાત’માં તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના વર્ષ ર૦૦૧થી શરૂ થયેલા કાર્યકાળથી જ ગુજરાતની શાન સમાન એશિયાટીક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. તે વાતને જુઠ્ઠાણું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતાં જણાવ્યું છે કે, ૧૪મી લાયન પોપ્યુલેશન એસ્ટીમેશન રિપોર્ટ ર૦૧પમાં જણાવ્યા મુજબ ૧૯૬૮થી ર૦૧પ સુધી દરેક વર્ષે સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે.
જન્માષ્ટમી પર્વના બીજા દિવસે અને પર્યુષણ પર્વના આગળના દિવસે દેશના વડાપ્રધાને ‘મન કી બાત’માં સિંહોની સંખ્યા અંગે કરેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતાં ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સને ૨૦૦૧માં સિંહોની સંખ્યામાં તેઓ સત્તા સ્થાને આવ્યા પછી જ વધારો થયો છે. તે વાત સત્ય નથી.’ ૧૪મી લાયન પોપ્યુલેશન એસ્ટીમેશન રીપોર્ટ ૨૦૧૫ના પાના નં.૯ ઉપર સને ૧૯૩૬થી ૨૦૧૫ સુધીના વર્ષ વાર સિંહોની સંખ્યામાં સને ૧૯૬૮થી ૨૦૧૫ સુધી દરેક વર્ષે સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે અને ૧૯૬૮ પછી એક પણ વર્ષમાં સિંહની સંખ્યામાં ઘટાડો થયો નથી. એશીયાની શાન સમાન સિંહોની ગણતરી ગુજરાત વન વિભાગ દ્વારા આધુનિક પધ્ધતિથી કરવામાં આવે છે. આ અહેવાલ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપબલ્ધ છે ત્યારે ‘મેં કર્યું… મેં કર્યું’ અને અગાઉ કોઈ કામ નથી થયું તેવી માનસિકતા સામાન્ય વ્યક્તિ કરે તે માની શકાય પરંતુ દેશના વડાપ્રધાન સત્તાના માધ્યમથી સિંહોની સંખ્યા બાબતે જુઠ્ઠાણાં ભર્યા નિવેદનો કરે તે કેટલા અંશે વ્યાજબી ?
ગુજરાતની ઓળખ સમાન સિંહો માટે સરકારે જેટલી ગંભીરતા દાખવવી જોઈએ તેટલી ગંભીરતા ઓછી જોવા મળી છે. ‘ગેરકાદેસર લાયન શો’, ‘ગેરકાયદેસર વન વિસ્તારમાં રહેણાંક’, ‘ગેરકાયદેસર ખનન’ જેવી અનેક પ્રવૃત્તિઓના કારણે સિંહોના અને સિંહોના પરિવાર ઉપર જોખમ ઉભુ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૩૦૨ સિંહોના મૃત્યુ થયા છે. ૧૮૨ સિંહ બાળ મૃત્યુ થયા છે. થોડા સમય પહેલા સિંહોના જે રીતે મૃત્યુ થયા તે અંગે હાઈકોર્ટે સરકારને તાત્કાલીક ફટકાર લગાવી હતી. એશીયાટીક લાયન ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ છે ત્યારે સરકારી ગીર અભયારણ હોય કે અન્ય અભયારણ હોય તેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવી જોઈએ.

ગીરમાં એશિયાટિક સિંહની વસ્તી ૧૯૩૬થી ર૦૧પ સુધીની
વર્ષ પુખ્ત સિંહ યુવા સિંહ
નર માદા નર માદા ેં બાલ સિંહ કુલ
૧૯૩૬ ૧૪૩ ૯૧ – – – ૫૩ ૨૮૭
૧૯૫૦ ૧૭૯ ૧૮૭ – – – ૪૦ ૨૧૯થી ૨૨૭
૧૯૫૫ ૧૪૪ ૧૦૦ – – – ૪૯ ૨૯૦
૧૯૬૩ ૮૨ ૧૩૪ – – – ૬૯ ૨૮૫
૧૯૬૮ ૬૦ ૬૪ – – – ૫૧ ૧૭૭
૧૯૭૪ ૪૦ ૫૨ ૧૩ ૨૫ – ૫૦ ૧૮૦
૧૯૭૯ ૫૨ ૬૮ ૧૩ ૧૪ – ૫૮ ૨૦૫
૧૯૮૫ ૬૬ ૭૫ – – – ૪૮ ૨૩૯
૧૯૯૦ ૯૯ ૯૫ – – – ૬૩ ૨૮૪
૧૯૯૫ ૯૪ ૧૦૦ ૧૮ ૨૧ – ૭૧ ૩૦૪
૨૦૦૧ ૧૦૧ ૧૧૪ ૨૦ ૧૮ ૧૯ ૫૫ ૩૨૭
૨૦૦૫ ૮૯ ૧૨૪ – – ૭૨ ૭૪ ૩૫૯
૨૦૧૦ ૯૭ ૧૬૨ ૨૩ ૨૩ ૨૯ ૭૭ ૪૧૧
૨૦૧૫ ૧૦૯ ૨૦૧ ૩૨ ૨૮ ૧૩ ૧૪૦ ૫૨૩