ગાંધીનગર, તા. ૧૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈના લાભ મળશે. નર્મદા પાણી કેનાલ નેટવર્ક મારફતે ૯૦૦૦ ગામોથી પસાર થશે.
જાણકાર લોકોનું કહેવું છે કે, ૧૩૧ શહેરી સેન્ટરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૯૬૩૩ ગામોને પીવાનું પાણી મળશે જે ગુજરાતના ૧૮૧૪૪ ગામો પૈકી ૫૩ ટકા ગામો છે. સરદાર સરોવર બંધના ફાયદાની વાત કરવામાં આવે તો ગુજરાતને સૌથી વધારે ફાયદો થશે. અહીના ૧૫ જિલ્લામાં ૩૧૩૭ ગામોમાં ૧૮૪૫ લાખ હેક્ટર ભૂમિને સિંચાઈનો લાભ મળશે. જ્યારે વિજળીનો સૌથી વધારે હિસ્સો મધ્યપ્રદેશને ૫૭ ટકા મળશે. મહારાષ્ટ્રને ૨૭ ટકા, ગુજરાતને ૧૬ ટકા વિજળી મળશે. પડોશી રાજસ્થાનને પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.