(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આ વર્ષે ચૂંટણીઓ પહેલા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીઓએ રાષ્ટ્રીય સ્તરે અસર કરતા બે મુદ્દાઓને જન્મ આપ્યો છે જેમાં આઝાદી અનેદેશના નાગરિકોના અધિકારોનો સમાવેશ થાય છે.
૧. જીપીએસપી કૌભાંડ : કેગના અહેવાલ અનુસાર ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (જીએસપીસી)માં ૨૦,૦૦૦ કરોડ રૂરપિયાનું નુકસાન થયું હતું. કોંગ્રેસે મોદી અને કંપનીઓ પર આ અંગે આરોપ લગાવ્યા હતા. ગુજરાત ગેસ કૌભાંડમાં સૌથી વધુ ફાયદો મોરેશિયસ ખાતેની જીયો ગ્લોબલ રિસોર્સિસ કંપની બાર્બાડોઝને થયો હતો.
૨. ઇવીએમ સાથે ચેડાંનો આરોપ : ઇવીએમ નામે પ્રચલિત ઇલેકટ્રોનિક વોટિંગ મશીનની સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા સામે આશરે તમામ પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચ કરતા વધારે ભાજપ તેના બચાવમાં ઉતરી ગયું હતું.
જનતા કા રિપોર્ટરે જીયો ગ્લોબલ રિસોર્સિસ અને અમેરિકામાં બનતા ઇવીએમ માઇક્રોચિપ બનાવતી કંપનીની સત્યતા વિશે તપાસ કરી. તપાસમાં સીધો સવાલ ઉઠવા પામ્યો છે કે, જીએસપીસી કૌભાંડ અને ભારત માટે ઇવીએમ માઇક્રોચિપ બનાવતી કંપની સીધી રીતે જવાબદાર છે જે બંને સંકળાયેલા છે.
જીયો ગ્લોબલ રિસોર્સિસ થકી થયેલા જીએસપીસી કૌભાંડ અમેરિકાની માઇક્રોચિપ તરફ દોરાયું
કેગના રિપોર્ટ અનુસાર કેજી બેસિન પર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા વિસ્તરણ પ્રક્રીયાએ ગુજરાત સરકારને ૨૦,૦૦૦ કરોડનુ નુકસાન પહોંચાડ્યું અને ઓઇલ ઉત્પાદનમાં કોઇ સારા પરિણામ પણ જોવા મળ્યા નહીં. જીયો ગ્લોબલ રિસોર્સિસ (સોશિયલ મીડિયા અને પબ્લીશીંગ કંપની જે જેૈં૧૦૧.ર્ષ્ઠદ્બ તરીકે પણ ઓળખાય છે) જે બાર્બાડોઝમાં નોંધાયેલી પ્રાઇવેટ કંપની છે અને તે અમદાવાદમાં સ્થપાઇ છે જ્યારે તેને કોઇ પણ પારદર્શી કરાર વિના એક પ્રાઇવેટ શોધખોળ પાર્ટનર તરીકે લેવામાં આવી હતી. તેની સેવાઓ બદલ તેણે જીએસપીસીમાંથી ૧૦ ટકા હિસ્સેદારીની ઓફર કરી હતી. આ સમયે ગ્લોબલ રિસોર્સિસને કોઇપણ પાકા પરિણામ અને ટ્રેક રોકોર્ડ જોયા વિના તેના કરતા વધુ જાણકાર ઓનજીસી સાથે સહકાર માટે મંજૂરી આપી દેવાઇ. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ગ્લોબલ રિસોર્સિસ એક ફરેબી કંપની છે જે વિસ્તરણ પ્રવૃતિઓ અને કન્સલ્ટેશનના નામે લોકોના લાખો ડોલર સહાયક બનીને વસૂલ કરે છે.
વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે ગયા વર્ષે જણાવ્યું હતું કે, કોઇપણ પારદર્શી ચકાસણી વિના જિયો ગ્લોબલ રિસોર્સિસને ખાનગી રીતે પસંદ કરાઇ છે અને સિદ્ધાંતોને નેવે મુકવામાં આવ્યા છે. કેગના રિપોર્ટનો હવાલો આપતા જયરામ રમેશે જણાવ્યું કે, ગુજરાતની જનતાના ૧૭૩૪.૬૦ કરોડ રૂપિયા એક પણ રૂપિયો વસૂલ કર્યા વિના ગ્લોબલ રિસોર્સિસ ને આપી દેવાયા હતા. ગ્લોબલ રિસોર્સિસ સાથે કામ કરતી ઓએનજીસીએ હવે તમામ નુકસાન જીએસપીસી પર ઢોળી દીધો છે. જનતા કા રિપોર્ટરે ભારતમાં કંપની તરીકે જીયો ગ્લોબલ રિસોર્સિસનો રેકોર્ડ ચકાસ્યો. જીયો ગ્લોબલ રિસોર્સિસ (ઇન્ડિયા) જીયો ગ્લોબલ રિસોર્સિ ઇન્કની બાર્બાડોસમાં સહાયક કંપની છે. તેનું મુખ્યમથક કેનેડાના કેલગેરીમાં આવેલું છે.સૌથી મહત્વની વાત એ છે કે, જીયો ગ્લોબલ રિસોર્સિસ અમેરિકામાં ઇવીએમ બનાવતી માઇક્રોચિપ કંપની સાથે સંકળાયેલી છે અને તેણે આ જ રીતે ભારતમાં પણ માઇક્રોચિપ બનાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈવીએમના માઈક્રો કંટ્રોલરની ઉત્પાદક કંપની અમેરિકાની માઈક્રોફીક ઈન્ક છે જેનું નેતૃત્વ એનઆરઆઈ ધનાઢય સ્ટીવ સાંધી કરે છે. જેઓ મૂળ ભારતના હરિયાણાના છે. જેઓ ઈલેકટ્રોનિકસમાં બેચલર ઓફ સાયન્સની પદવી અને પંજાબ યુનિ. ખાતેથી કોમ્યુનિકેશનની પદવી ધરાવે છે. આજ કંપનીના પ્રમુખ અને મુખ્ય વહીવટી અધિકારી પણ એનઆરઆઈ છે. જેમનું નામ ગણેશ મૂર્તિ છે. જેઓ ફિઝિક્સમાં બીએસસીની ડિગ્રી ધરાવે છે. તેમણે બોમ્બે યુનિ.માંથી આ ડિગ્રી મેળવી હતી. માઈક્રોફિક ઈન્ક ઈવીએમમાં ઉપયોગ થનાર કંટ્રોલરની સાથે માઈક્રોફીક અંગેના સોફટવેર પ્રોગ્રામનું સાહિત્ય પણ લખે છે. સીલબંદી પહેલાં આ સાહિત્ય તૈયાર કરી લેવાયું હતું. એટલું જ નહીં ચૂંટણી પંચ કે ભારત ઈલેકટ્રોનિકસ લિમિટેડ તેમજ ઈલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ પણ આ પ્રોગ્રામ વાંચી શકતા નથી. નાસ્ડેકની વેબસાઈટ તપાસતા જણાવાયું હતું કે, આ બન્ને કંપનીના માલિકો એક જ છે અને તેમની વચ્ચે સામ્યકાર છે જેથી અમને ખૂબ જ ખતરનાક તારણ પર આવવું પડ્યું કે ઈવીએમ થકી બહુરાષ્ટ્રીય કંપનીઓ અને નાણાં સંસ્થાઓ ભારતીય લોકશાહીને નિયંત્રિત કરી રહ્યા છે. જીયો ગ્લોબલ રિસોર્સીસ એ મુખ્ય મૂડી સંસ્થા છે અને આ કંપનીની પિત્તામહ છે. જીયો ગ્લોબલની પણ માલિકી તપાસતા જણાવ્યું હતું કે, આ કંપનીના માલિકો પણ હવે એનઆરઆઈ છે જેથી સ્પષ્ટપણે જણાય છે કે, કૌભાંડને છુપાવવા માટે કદાચ વર્ષ ર૦૧૪થી ઈવીએમ દ્વારા ભાજપને ફાયદો થાય તેવું કામ કરાઈ રહ્યું છે. ઈવીએમ મશીનમાં બે યુનિટ આવે છે. કંટ્રોલ યુનિટ અને બેલોટ યુનિટ કંટ્રોલ યુનિટ સીપીયુ પ્રકારનું છે અને બેલોટ યુનિટ મુખ્ય બોર્ડ છે. કંટ્રોલ યુનિટ એ માઈક્રો કીપ કંટ્રોલર છે જેને એમસીયુ તરીકે ઓળખવામાં આવે છે જે ઈવીએમનું દિમાગ છે. એમસીયુ પર કંઈ પણ લખાણ સમગ્ર ઈવીએમને નિયંત્રિત કરે છે. ચૂંટણી પંચ પોતાના સોફટવેર પ્રોગ્રામ બીઈએલ અને ઈસીઆઈએલના વિજ્ઞાનીઓ દ્વારા બનાવે છે. પંચે પણ જણાવ્યું હતું કે, ઈવીએમ કોડ એ ટોપ સિક્રેટ છે પણ જો કદાચ આ વિજ્ઞાનીઓ દ્વારા કોઈ બાંધછોડ કરવામાં આવે અથવા ભ્રષ્ટાચાર આચરવામાં આવે તો ઈવીએમને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈવીએમના પ્રોગ્રામને મશીન કોડમાં તબદીલ કરી ચીપને વિદેશ મોકલવામાં આવે છે કેમ કે દેશમાં સેમી કન્ડકટર માઈક્રોકિપ્સનું ઉત્પાદન કરવાનું કામ અઘરું છે જેથી એવું શકય છે કે, ચૂંટણી પંચ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ખોટી ખાતરી આપી શકે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આવી ગેરરીતિ થકી ઈવીએમ ‘‘બંધ’’ કરાયા બાદ પણ ર૪ કલાકમાં મતોની ટકાવારી ફરી શકે છે અન્ય ઉમેદવારના મતોની ટકાવારી બીજી પાર્ટીના તરફેણમાં ફરી શકે છે. માઈક્રોકીપ બનાવતી અમેરિકા અને જાપાન સ્થિત કંપની એકવાર ચીપને સીલ કરે ત્યારબાદ ચૂંટણી પંચ પણ પ્રોગ્રામ કોડ અંગે વાકેફ થઈ શકતું નથી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તમામ પ્રકરણ બાદ ઈવીએમમાં ચેડાંની શક્યતા પ્રબળ બની છે.