(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા. ૧૨
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાન માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે સાજે પાંચ વાગે બીજા તબક્કા માટે હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પુરતી તાકાત લગાવી હતી. છેલ્લા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. આજે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. આજે સાંજે પાંચ વાગ્યે પ્રચારનો અંત આવ્યા બાદ ડોર ટુ ડોર ખાનગી પ્રચાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૯૩ સીટ પર ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. ભાજપે તમામ ૯૩ સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૯૧ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મણિનગર, અમિત શાહના નારણપુરા અને આનંદીબેન પટેલની વિધાનસભા સીટ પણ બીજા તક્કાના મતદાનમાં આવરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે . આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયા બાદ હવે બીજા તબકકા માટે ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવા માટે ચૂંટણીપંચ તરફથી તમામ તૈયારી પુરી કરી લેવામા આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામા આવી રહેલા પ્રચાર અને પ્રસાર પ્રચાર માટે મંગળવાર સાંજે પાંચ કલાકે થંભી જવા પામ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે જોરદાર પ્રચાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા પણ આ ચૂંટણીમા પ્રચાર કરવામા આવ્યો કે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ચિદમ્બરમ સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો.૧૬થી વધુ ઉમેદવારો જ્યાં સૌથી વધુ મેદાનમાં છે ત્યાં બે ઈવીએમ આપવામા આવશે. મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમા છે. સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં માત્ર બે છે.કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. ં૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે.