(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
ગુજરાતમાં ભાજપ સરકારના છેલ્લા રપ વર્ષના શાસનમાં સૌનો સાથ અને સૌનો વિકાસ થયો હોવાના દાવા સરકાર વિધાનસભામાં વારંવાર કરતી હોય છે. પરંતુ ખરેખર રાજ્યનો વિકાસ થયો હોય તો છેલ્લા બે વર્ષમાં ૪૦ હજાર જેટલા લોકોએ આત્મહત્યા કેમ કરવી પડી ? ખુદ સરકારે આપેલા આંકડામાં બે વર્ષમાં ૪૦ હજાર એટલે રોજના પપ લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી રહ્યા છે. જો વિકાસ થયો હોય તો લોકોને આત્મહત્યાના માર્ગે કેમ જવું પડે તે પ્રશ્ન ચર્ચાનો વિષય છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સીઆરપીસી ૧૭૪ હેઠળ નોંધાયેલા કેસો પૈકી કેટલા કેસમાં તપાસ પૂર્ણ કરી ? જ્યારે કેટલા કેસમાં તપાસ હજુ ચાલુ છે ? તેવો પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે કે, છેલ્લા બે વર્ષમાં ૪૦ હજાર લોકોએ આત્મહત્યા કરી હોવાના બનાવ નોંધાયા છે. તે પૈકી ૩૩૩ર૪ કેસોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ૭૦૮ર કેસોની તપાસ ચાલુ છે. સરકારના જવાબ પરથી ફલિત થાય છે કે, રોજના પપ લોકો આત્મહત્યાનો માર્ગ અપનાવી જીવન ટૂંકાવી લે છે. તેમાં સૌથી મોખરે રાજકોટમાં પ૧૪૦ બનાવો નોંધાયા છે. તેવી જ રીતે અમદાવાદમાં ૪૩૩ર, વલસાડમાં ૪રર૬, સુરતમાં ૪૦૪૭, જામનગરમાં ૧૭૬૩ બનાવો બન્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતનો વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે કે દૈનિક પપ લોકો આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી રહ્યા છે.
ગુજરાતમાં વિકાસની ગુલબાંગો વચ્ચે રોજ પપ લોકો કરે છે આત્મહત્યા

Recent Comments