Ahmedabad

“CAB”ના વિરોધમાં રાજ્યભરમાં મુસ્લિમોના જોરદાર દેખાવો

અમદાવાદ

ભરૂચ

પાલનપુર

જૂનાગઢ

“CAB” (સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ) લોકસભા તથા રાજ્યસભામાં પસાર થઈ ગયું છે, તેના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યોમાં લોકો રસ્તા પર આવી ગયા છે, ત્યારે શુક્રવારના રોજ સમગ્ર દેશના મુસ્લિમોમાં આ બિલ સામે રહેલો રોષ સામે આવ્યો છે. જેના ભાગરૂપે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ જમિયત ઉલમા-એ-હિંદ તેમજ અનેક સંગઠનોના નેજા હેઠળ અમદાવાદ, પાલનપુર, ભરૂચ, જૂનાગઢ, કોડીનાર, કચ્છ, ગોધરા, પાટણ, રાંધનપુર સહિતના  સ્થળોએ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોએ ધરણા અને પ્રદર્શન-રેલી યોજી આ બિલનો વિરોધ શરૂ કરી દીધો છે. જેમાં “બંધારણ બચાવો”, “દેશ બચાવો”, “નાગરિકતા સંશોધન બિલ પરત ખેંચો” ધર્મના નામે ભાગલા પાડવાનું બંધ કરો. “એક દેશ એક રાષ્ટ્ર”, “હમ લોગ હિંદુસ્તાની થે, હિંદુસ્તાની હૈ ઔર હિંદુસ્તાની રહેંગે” સહિતના લખાણોવાળા બેનરો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલનપુર ખાતેના ધરણા-પ્રદર્શનમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉપસ્થિત રહી “ઝ્રછમ્”ને ભારતના આત્મા પર કરેલો સૌથી મોટો પ્રહાર ગણાવ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં વિરોધનો સૂર વધુ ગૂંજશે તેવો પણ સૂર આ ધરણા-પ્રદર્શનોમાં જોવા મળ્યો હતો.