અમદાવાદ,તા. ૮
ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુના કારણે પાંચ લોકોના મોત થયા છે વર્ષ ૨૦૧૭માં વધીને સ્વાઈન ફ્લૂથી મરનારનો મૃતાંક ૩૯૧ ઉપર પહોંચ્યો છે. જ્યારે ૨૦૦૯ બાદથી મોતનો આંકડો ૧૭૨૨ સુધી પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મોતનો આંકડો અવિરતરીતે વધી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો સ્વાઈન ફ્લુની સારવાર લઇ રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઓક્સિજન પર અને કેટલાક લોકો બાયપેપ ઉપર છે. હજુ પણ અનેક દર્દી વેન્ટીલેટર પરહોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ પાંચ લોકોના મોત થયા છે. ૫ના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૯૧ થઇ ગયો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૨૦ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૪૭ના મોત થઇ ચુક્યા છે. સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. સ્વાઈન ફ્લુને લઇને ભારે ખળભળાટ જારી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ઘણા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ હોવાથી મોતનો આંકડો વધવાની દહેશત છે.
સ્વાઈન ફ્લૂનો કહેર….
ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે કહેર જારી રહ્યો છે. વધુ ૫ના મોત થયા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે સ્વાઈન ફ્લુનો કહેર નીચે મુજબ છે.
ગુજરાતમાં વધુ મોત ૦૫
ગુજરાતમાં નવા કેસ ૧૨૨
ગુજરાતમાં મોતનો આંકડો ૩૯૧
ગુજરાતમાં કેસોની સંખ્યા ૬૧૨૫
ગુજરાતમાં માત્ર ૨૦ દિવસમાં મોત ૧૪૭
મેડિકલ ટીમો દ્વારા સર્વે ૧૪૦૦૦
૨૦૦૯ બાદથી મોત ૧૭૨૨
૨૦૦૯ બાદથી કુલ કેસો ૧૭૦૪૬