અમદાવાદ,તા. ૩૦
સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ૧૭૨ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૫૯ થઇ ગયો છે જ્યારે વધુ ૧૭૨ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ઓગસ્ટ સુધી કુલ કેસોની સંખ્યા વધીને ૫૨૨૦ સુધી પહોંચી ગયો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. ૨૦૦૯ બાદથી સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં ૧૬૮૩ મોત થયા છે અને ૧૫૯૨૭ કેસો નોંધાયા છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૩ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૧૨ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૨૫૩૨ થઇ ગઇ છે. તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં આજે બેના મોત થયા હતા. વડોદરામાં પણ બેના મોત થયા હતા. એએમસીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, બનતા તમામ પ્રયાસ સ્વાઈન ફ્લુને રોકવા માટે કરાઈ રહ્યા છે. અમદાવાની સાથે સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર છે.
સ્વાઈન ફ્લૂનો કહેર

ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે કહેર જારી રહ્યો છે. વધુ પાંચના મોત થયા છે. અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઘેર ઘેર જઇને સર્વે કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડ દરમિયાન ૧૬૦૫૬૩૯ ઘરમાં સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ગાળા દરમિયાન ૨૪૮૬૭ શંકાસ્પદ કેસો મળી આવ્યા હતા. જેનાથી કેટેગરી બીના ૧૧૯૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઘેરથી ઘેર સર્વેની બીજા રાઉન્ડની કામગીરી ૨૨મીએ પૂર્ણ કરાઈ હતી. બીજા રાઉન્ડમાં ૧૬૦૫૦૬૧ ઘરમાં સર્વેની કામગીરી કરાઈ હતી. સ્વાઈન ફ્લુને રોકવા માટે સ્વાઈન ફ્લુનો કહેર નીચે મુજબ છે.
ગુજરાતમાં વધુ મોત ૦૫
ગુજરાતમાં નવા કેસોની સંખ્યા ૧૭૨
ગુજરાતમાં મોતનો આંકડો ૩૫૯
ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૫૨૨૦
ગુજરાતમાં માત્ર ૧૩ દિવસમાં મોત ૧૧૨