નરોડા ગામમાં ર૦૦રમાં થયેલા તોફાનોની તપાસ માટે જજ સહિતની ટીમોએ વિવિધ ઘટનાસ્થળોનુંં નિરીક્ષણ કર્યું

વર્ષ ર૦૦રમાં નરોડા ગામમાં સર્જાયેલા હત્યાકાંડમાં ૧૧ નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ૮ર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાજપના તત્કાલીન મંત્રી માયા કોડનાની પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો. આ ઘટનાની તપાસ કરનાર એસઆઈટીએ નરોડા ગામ હત્યાકાંડ સંદર્ભે ભૌગોલિક સ્થિતિ જાણવા સ્થળની મુલાકાત લેવા જજને વિનંતી કરતાં ગુરૂવારે સેશન્સ જજ તથા સાક્ષીઓ, સાક્ષીઓના વકીલો, તપાસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, નોડલ ઓફિસરો તથા સ્ટાફના માણસોએ વિવિધ ઘટનાસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

 

અમદાવાદ, તા.પ
ગુજરાત હાઈકોર્ટના જજ સોનિયા ગોકાણીએ ઝકિયા જાફરી દ્વારા દાખલ કરાયેલ રિવિઝન અરજીને અંશતઃ મંજૂરી આપી છે. ઝકિયા જાફરીએ મેજિસ્ટ્રેટ કોર્ટના ર૬મી ડિસેમ્બર ર૦૧૩ના રોજ આપેલ ચુકાદાને પડકાર્યો હતો. જેમાં મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, ફેર તપાસનો આદેશ આપવાની એમને સત્તા નથી. એ સાથે એમણે ૮મી ફેબ્રુઆરી ર૦૧રની સીટ દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ પણ માન્ય રાખી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, મેજિસ્ટ્રેટ કોર્ટે ભૂલ કરી છે અને પોતાને સત્તા નથી એવું જણાવેલ છે. ગુજરાત હાઈકોર્ટે સીઆરએ ર૦પ/ર૦૧૪ને અશંતઃ મંજૂરી આપી અરજદારોને જણાવ્યું છે કે, એ ફેરતપાસ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકે છે અથવા હાઈકોર્ટમાં રજૂઆત કરી શકે છે જેમાં આરોપીઓ સામેની ક્રિમિનલ અપીલો છેલ્લી સુનાવણી માટે પડતર છે. ઝકિયાએ અરજી દાખલ કરી હતી કે નરેન્દ્ર મોદી અને અન્ય ૬૧ વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવે જેમના દ્વારા ગુજરાત રમખાણો માટે ષડયંત્ર રચાયું હતું. સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલ સીટે ર૦૧રમાં પોતાની ક્લોઝર રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જે કોર્ટમાં ઝકિયાની અરજીઓની સુનાવણી થઈ રહી હતી. સીટે જણાવ્યું હતું કે, તપાસમાં અમને કેસ ચલાવી શકાય એવા પુરાવાઓ મળ્યા નથી જેના લીધે મોદી અને અન્યો વિરૂદ્ધ આક્ષેપો મૂકી શકાય. આ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરતાં ઝકિયાએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફેરતપાસની માગણી કરી હતી પણ એમની અરજી મેજિસ્ટ્રેટે ર૦૧૩ના વર્ષમાં રદ કરી હતી. મેજિસ્ટ્રેટ બી.જી.ગણાત્રાએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલ સીટના રિપોર્ટ સામે વધુ તપાસ કરવા આદેશ આપવાની સત્તા મારી પાસે નથી. એથી એમણે ફેરતપાસનો આદેશ નહીં આપતાં અરજી રદ કરી હતી.
જેની સામે ઝકિયાએ ર૦૧૪ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માગણી કરી ફેરતપાસની માગણી કરી હતી. આ અરજીની સુનાવણી ર૦૧પથી શરૂ થઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટે ક્લોઝર રિપોર્ટને માન્ય રાખ્યો હતો અને ઝકિયાના આક્ષેપોને રદ કર્યો હતો.
જો કે હાઈકોર્ટે ઝકિયાને ફેર તપાસ કરવા અરજી આપવા મંજૂરી આપી હતી. જે પ્રમાણેની માગણી એમણે કરી હતી અને મેજિસ્ટ્રેટને સત્તા નથી એ બાબત સાથે હાઈકોર્ટ સંમત ન હતી અને મેજિસ્ટ્રેટને ફેર તપાસનું આદેશ આપવા સત્તા છે એવું ઠરાવ્યું હતું.
આનાથી ઝકિયા ફરીથી નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી ફેર તપાસની માગણી કરી શકે નહીં કે સીધે સુપ્રીમ કોર્ટમાં જે એમની અપીલ માટેનો છેલ્લો તબક્કો હશે.
હાઈકોર્ટના ચુકાદા બાબતે જણાવતા તિસ્તા સેતલવાડે કહ્યું જે પણ આ અરજીના સહઅરજદાર છે કે હાઈકોર્ટે અમારી અરજી અંશતઃ માન્ય રાખી છે અને અમે ફેર તપાસ માટે અરજી કરીશું.
રમખાણો દરમિયાન અહેસાન જાફરીનું અન્ય ૬૯ વ્યક્તિઓ સાથે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં મૃત્યુ થયું હતું. પોલીસને બોલાવ્યા છતાં પોલીસ આવી ન હતી. ર૦૧રમાં સીટે પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદી અને અન્ય હિન્દુત્વ નેતાઓને ક્લિન ચીટ આપી હતી જેના લીધે ઘણા બધાએ ક્લોઝર રિપોર્ટની આલોચના કરી કહ્યું હતું કે આ રિપોર્ટ ર૦૧૦માં અપાયેલ ક્લોઝર રિપોર્ટ જેમ જ છે. ર૦૧૦ની રિપોર્ટમાં પણ ઘણા બધા છીંડાઓ હતા એ જ પ્રકારના છીંડાઓ ર૦૧રની રિપોર્ટમાં પણ છે. ૧૪ વર્ષની લાંબી કાયદાકીય લડાઈ પછી સ્પેશિયલ કોર્ટે ૬૬માંથી ર૪ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા પણ ૩૬ વ્યક્તિઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. જેમાં ભાજપના કોર્પોરેટર બિપિન પટેલ અને કે.જી. ઈરડા પણ હતા.
વરિષ્ઠ પત્રકારે મોદી અને ગોધરા વિશે એક પુસ્તક લખી છે જેમાં એમણે સીટ વિશે ઘણી બધી બાબતો લખી છે. એમણે લખ્યું હતું કે સીટની રિપોર્ટમાં પણ ઘણા બધા વિરોધાભાસો જણાવેલ છે. જોકે સીટની તપાસ સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં થઈ હતી તેમ છતાંય મોદીને છાવરવાના પ્રયાસો કરાયા છે એમાં શંકા નથી.