(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કરતાં એવું કહ્યું કે બન્ને રાજ્યોના ચૂંટણીના પરિણામોએ મોદીની વિશ્વસનીયતા પર સવાલ પેદા કર્યો છે. ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન મોદીની વાત દેશ સાંભળી રહ્યો નથી. રાહુલે સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ત્રણથી ચાર મહિના પહેલા જ્યારે અમે ગુજરાત ગયાં હતા ત્યારે કહેવામાં આવ્યું કે કોંગ્રેસ ભાજપની સામે નહીં લડી શકે. ત્રણ ચાર મહિનામાં અમે નક્કર કામ કર્યું. મેં એકલા એ જ નહીં પરંતુ એઆઈસીસીની આખી ટીમ અનએ ગુજરાતના લોકોએ પણ કામ કર્યું છે. અને આજે તમે પરિણામ જોઈ શકો છો. ભાજપને ગુજરાતમાં જબરજસ્ત ઝટકો લાગ્યો છે. રાહુલે કહ્યું કે અમારે માટા પરિણામો સારા છે. સારૂ છે કે અમે હારી ગયાં. જો થોડું વધારે સારુ કર્યું હોત તો જીતી પણ જાત. તેમણે આગળ કહ્યું કે હું ગુજરાત અને હિમાચલના લોકોનો આભાર માનું છું. ચૂંટણી જીતનારાઓને અભિનંદન પાઠવું છું. રાહુલે કહ્યું, મને ગુજરાતમાં જાણવા મળ્યું કે મોદીજીનું જે ગુજરાત મોડલ છે તેને ગુજરાતના લોકો માનતાં જ નથી. પ્રચારો ઘણો સારો હતો. તેનું માર્કેટિંગ સારી રીતે કરવામાં આવ્યું પરંતુ અંદરથી તે ખોખલું હતું. અમે જે અભિયાન ચલાવ્યું તેનો તે જવાબ આપી શક્યું નથી. મોદીએ કહ્યું કે વડાપ્રધાનનો ગુસ્સો કામમાં નહીં, પરિણામ અમારે માટે ઘણું સારુ છે. ગુજરાત ચૂંટણી પ્રચારની ચર્ચા કરતાં રાહુલે કહ્યું કે સામાન્ય રીતે નેતા જાય છે ત્યારે વિચારતા હોય છે કે ગુજરાતમાં હું મારી વાત રજૂ કરીશ. ત્રણ મહિનામાં ગુજરાતના લોકોએ મને ઘણું શીખવ્યું છે. મને મુખ્ય વાત એ શીખવાડી કે તમારા વિપક્ષમાં જેટલો પણ ક્રોધ હશે, જેટલું પણ ધન હશે, જેટલું પણ બળ હશે, તેને તમે પ્યાર અને ભાઈચારાથી ટક્કર આપી શકો છો. તેમણે કહ્યું, આ વાત ગાંધીજીએ સારી રીતે શીખવાડી હતી. પરંતુ આ વાત ગુજરાતમાં છે અને ઘણી ઊંડે સુધી છે. તમે ગુજરાત ચૂંટણીમાં જે જોયું, તે આ ભાવના છે. ગુજરાતે ભાજપ અને પીએમ મોદીને સંદેશ આપ્યો છે કે આ જ ગુસ્સો તમારામાં છે, તે તમારે કામ નહીં આવે. તેને પ્રેમ હરાવી દેશે. વિકાસના મુદ્દે રાહુલે કહ્યું કે આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વિકાસની ચૂંટણી છે, પરંતુ અજીબ વાત એ છે કે તેમના પ્રસારમાં તેમણે એક પણ વાત વિકાસ અંગે કરી નથી. તેમણે જીએસટી કે નોટબંધી અંગે પણ એક હરફ ઉચ્ચાર્યો નથી. મોદીની વિશ્વસનીયતા પર બહુ મોટો સવાલ પેદા થયો. તેમને માટે આ ઘણુ મુશ્કેલ રહેશે. તેઓ જે કહી રહ્યાં છે, તેને દેશ સાંભળી રહ્યો નથી. આ વાત ગુજરાતે સાબિત કરી દેખાડી છે. આ વાત આગામી સમયમાં એકદમ સરળતાથી જોવા મળશે. મોદીજીએ ભ્રષ્ટાચારની વાત લગાતાર કહી પરંતુ, તમે રાફેલ કેસમાં, જય શાહના કેસમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ઉલ્લેખનીય છે કે ૧૮૨ વિધાનસભા સભ્યો ધરાવતી ગુજરાતમાં ભાજપને ફાળે ૯૦ તો કોંગ્રેસને ૮૦ બેઠકો મળી છે.