અમદાવાદ, તા.૧૮
માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી (એમસીસી) ગુજરાત તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ લઘુમતીઓના મુદ્દાઓની પેરવી કરવા માટે બનાવવામાં આવી, અમોને ધ્યાનમાં આવ્યું કે, ગુજરાતમાં લઘુમતીઓ બીજા કરતા વધુ વંચિત છે. ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે ૮ મુદ્દાઓની માગો સાથે લઘુમતી અધિકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ ચરણમાં ગુજરાતમાં દરેક જિલ્લામાં ૧ લાખ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા હતા. માત્ર પોસ્ટકાર્ડ લખવાથી રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રીનો ૧૫ સૂત્રીય કાર્યક્રમની માઈનોરિટી કમિટીનું ગઠન શરૂ કર્યું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા અમદાવાદના જુહાપુરામાં ઈવીએસ આવાસ યોજના શરૂ કરવામાં આવી. ગુજરાત સરકાર જ્યાં પહેલાં લઘુમતી શબ્દથી ભાગતી હતી તે છેલ્લા બે દિવસોમાં લઘુમતી સુમદાય માટે કેન્દ્રીય મંત્રી દ્વારા કાર્યક્રમો કરીને યોજનાઓના વખાણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ લઘુમતીઓના વિકાસ, રક્ષણ કે મૂળભૂત પ્રશ્નો પર કોઈ નથી બોલતું. અભિયાનના બીજા ચરણમાં આજે એટલે કે, તારીખ ૧૮/૯/૧૭ના રોજ રાજ્યના દરેક જિલ્લા કેન્દ્રો પર એક સાથે આવેદનો આપવામાં આવ્યું હતું જો આવેદનમાં અભિયાનની ૮ માગો કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે, રાજ્યના બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવે, રાજ્યના લઘુમતીઓના ક્ષેત્રોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે, રાજ્ય લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી મળે તેવો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે, મદ્રેસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે, લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે, સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત થયેલા લોકના પુનઃસ્થાપન માટે નીતિ બનાવવામાં આવે, પ્રધાનમંત્રીના નવા ૧૫ સૂત્રીય કાર્યક્રમનો સંપૂર્ણરૂપથી અમલ કરવામાં આવે. અભિયાનના ત્રીજા ચરણમાં આખા રાજ્યમાંથી ૧ લાખ વ્યક્તિગત રજૂઆતો પર સહીઓ કરાવીને મુખ્યમંત્રી ગુજરાતને રાજ્યના પ્રતિનિધિમંડળ દ્વારા આપવામાં આવશે એમ એક યાદીમાં માયનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાતના કન્વીનર મુજાહીદ નફીસએ જણાવ્યું હતું.