(એજન્સી) બેઈજીંગ, તા.૧પ
ગુજરાતના પરિણામો પર ચીનની નજર છે. ચીન ગુજરાતના પરિણામો પર તે ભારે ઉત્સુકતા બતાવી રહ્યું છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં ગુરૂવારે છપાયેલ લેખમાં કહેવાયું છે કે, ગુજરાતની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચૂંટણી પંચ પણ હેક થઈ ગયું. ગુજરાતની ચૂંટણી વડાપ્રધાન મોદીના સુધારાવાદી એજન્ડાની અંગે મતદારોનો મિજાજ જાણવાની અગ્નિ પરીક્ષા છે. મોદીની ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી હારથી બચવા ગંભીર કોશિશ કરી. મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને આગળ વધારવાની કોશિશ કરી છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે હિન્દુત્વનો મુદ્દો ક્યાં ગયો ? જીએસટી અને આર્થિક સુધારાઓની કેટલીક અર્થશાસ્ત્રીઓએ જોરદાર ટીકા કરી હતી પરંતુ ગુજરાત મોડેલની સમીક્ષા કરવામાં સૌથી શ્રેષ્ઠ ગુજરાતના મતદારો હશે. પરિણામો જે આવે તે પરંતુ ગુજરાતના પરિણામોની અસર રહેશે. ચીનનું ભારતમાં રોકાણ ચાલુ વર્ષે વધ્યું છે. ચીનની શાયોમી અને ઓપો જેવી કંપનીઓ ભારતમાં કામ કરે છે. જો ગુજરાતમાં ભાજપની ધમાકેદાર જીત થાય છે તો મોદી સરકાર આર્થિક સુધારોને લઈને આક્રમક બનશે. ભારતની માફક અને કંપનીઓમાં પણ બદલાવ જોવા મળશે. જો ભાજપ હારશે તો આર્થિક સુધારો માટે મોટો ઝાટકો હશે. જે મોદી સરકારે શરૂ કર્યા છે. ગુજરાતમાં ભાજપની હારની અસર બીજા રાજ્યોના મતદારો પર અસર પડશે. મોટી અસરથી બચવા આર્થિક સુધારો અધવચ્ચે પડતા મૂકવાની સંભાવના છે. ગુજરાતમાં ભાજપની હારની અસર બજારો પર અને આર્થિક સુધારો પર પડી શકે છે. સુધારોથી નાના વેપારીઓને ફાયદો મળી શકતો નથી. સરકારે રસ્તો કાઢવો જોઈએ. ભારતમાં કામ કરતી કંપનીઓએ લાંબી મુદ્દત માટે આર્થિક નીતિઓમાં બદલાવ માટે તૈયાર રહેવું જોઈએ. તેમજ પરિણામો બાદ ભારતના આર્થિક બજારોમાં ઉથલપાથલ સામે પણ તૈયાર રહેવું પડશે.
ગુજરાતના પરિણામો પર ચીનની નજર : ગ્લોબલ ટાઈમ્સ

Recent Comments