ગાંધીનગર,તા.૧પ
ગુજરાતના રપમાં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે.
ઓપી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્તિ થતા મુખ્યમંત્રી રૂપાણીએ આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા.
આચાર્ય દેવવ્રતને પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૮૪માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અભિયાનમાં તેમણે યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના કેમ્પેન સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે.
શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે ૧૯ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે.
ગુજરાતના નવા રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક

Recent Comments