(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
સોમવારે ભાજપે ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકમાંથી ૯૯ બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસે અને તેના સાથીદારોએ ૮૦ બેઠકો સુરક્ષિત કરી છે. જેમાં ર૦૧ર કરતા ૧૯ બેઠકોનો વધારો છે.
ગુજરાતમાં બહુમતી મેળવવા માટે બેઠકોની જે સંખ્યાની જરૂર હતી તે કરતા ભાજપ માત્ર સાત વધુ મળવાથી જીતી ગયું હતું. પક્ષ સામે એવી વિરોધની ચળવળ હતી કે પાર્ટીના બે કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર અને ચીમનલાલ સપરિયા સહિત પાંચ મંત્રીઓએ તેમની બેઠકો ગુમાવી હતી. કેસરીયા પક્ષે વડાપ્રધાનના ઘર ઊંઝા, વડનગરની બેઠક પણ ગુમાવી હતી.
તેટલું જ નહીં ૧૧ બેઠકો એ જીત વચ્ચેનું અંતર એટલું ટૂંકું હતું કે પરિણામ કોઈ પણ બાજુએ જઈ શકતું હતું. તે ૧૧ બેઠકો આ પ્રમાણે છે.
• બોટાદ, ભાજપના સૌરભ પટેલને ૭૯૬ર૩ મત મળ્યા, કોંગ્રેસના ડી.એમ. પટેલ કરતા માત્ર ૯૦૬ મત વધુ.
• ડભોઈ, ભાજપના કનૈયાલાલ મહેતાને ૭૭૯૪પ મત મળ્યા, કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ કરતા ર૮૩૯ મત વધુ.
• ધોળકા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને તેમના કોંગ્રેસના સમકક્ષ અશ્વિનભાઈ રાઠોડ કરતા માત્ર ૩ર૭ મત વધુ મળ્યા.
• ફતેહપુરા, રમેશભાઈ કતારે કોંગ્રેસના રઘુભાઈ મચ્છરને ર૭૧૧ મતના અંતરે હરાવ્યા.
• ગારિયાધાર, ભાજપના કેશુભાઈ નકરાણી ૧૮૭૬ મત માટે જીત્યા અને કોંગ્રેસના પરેશભાઈ ખેનીને હરાવ્યા.
• ગોધરા, ભાજપની સી.કે. રાઉલજી માત્ર ર૩૬ મતથી જીત્યા.
• હિંમતનગર, ભાજપના રાજુભાઈ ચાવડા માત્ર ૧૭૧ર મતથી જીત્યા.
• ખંભાત, ભાજપના મયુર રાવલને ૭૧૪પ૯ મત મળ્યા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર શાંતિભાઈ ખુશમંતભાઈ પટેલને ૬૯,૧૪૧ મત મળ્યા.
• માતર, ભાજપના કેસરસિંઘ સોલંકી ર,૪૦૬ મત માટે જીત્યા.
• પોરબંદર, ભાજપના બાબુભાઈ બોખિરિયાએ કોંગ્રેસ દિગ્ગજ અર્જુન મોઢવિયાને માત્ર ૧૮પપ મતથી હરાવ્યા.
• વાગરામાં પણ ભાજપના અરૂણસિંહ રાણા માત્ર ર૬ર૮ મતથી જીત્યા.
• વીજાપુરમાં ભાજપ ઉમેદવાર ધૂળાભાઈ રામાભાઈ પટેલ માત્ર ૧૧૬૪ મતથી જીત્યા. બીએસપી અને એનસીપીને અહીં ૧૭૦૦ કરતા વધુ મત મળ્યા હતા.
બે સ્વતંત્ર ઉમેદવારોને પણ ૩,૦૦૦ મત સુરક્ષિત કરી લીધા હતા.
ભાજપના ફાળે પણ નજીકની હાર હતી જ. પક્ષે માણસા બેઠક માત્ર પર૪ મતથી હારી અને દેવદર બેઠક ૯૭ર મતથી હારી.